ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 17 નવેમ્બર, 2021
બુધવા
આધાર કાર્ડ વેરિફિકેશન માટે નવો નિયમ લાવવામાં આવ્યો છે. હવે આધાર કાર્ડ વેરિફિકેશન ઓફલાઈન પણ થઈ શકશે. નવા નિયમો અનુસાર હસ્તાક્ષરને વધુ મહત્ત્વ અપાશે. ડિજિટલ હસ્તાક્ષર સાથેના દસ્તાવેજો વેરિફિકેશન માટે સબમિટ કરવાના રહેશે. આધાર કાર્ડ માટે સરકારી સંસ્થા UIDAI દ્વારા ડિજિટલી હસ્તાક્ષરિત દસ્તાવેજો જારી કરવામાં આવશે.
આ ડિજિટલ હસ્તાક્ષરિત દસ્તાવેજ પર આધાર નંબરના છેલ્લા ચાર અંકો આપવામાં આવશે. નવા નિયમોમાં ઇ-કેવાયસી ઑફલાઇન વેરિફિકેશન માટેની વિગતવાર પ્રક્રિયાઓની પણ રૂપરેખા આપવામાં આવી છે. હવે ઈ-કેવાયસી વેરિફિકેશન પ્રક્રિયા માટે કોઈપણ અધિકૃત એજન્સીને પેપરલેસ ઓફલાઈન આધાર KYC આપવાનો વિકલ્પ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. નિયમો અનુસાર, એજન્સી આધાર ધારક દ્વારા આપવામાં આવેલા નંબર, નામ અને સરનામાની માહિતી કેન્દ્રના ડેટાબેઝ સાથે તુલના કરશે અને તમામ માહિતી સાચી હશે તો જ ચકાસણી પ્રક્રિયા ચાલુ રહેશે.
ઇ-કેવાયસી માટે ચકાસણી જેવી અન્ય પદ્ધતિઓ જેમ કે વન-ટાઇમ પિન અને બાયોમેટ્રિક-આધારિત પ્રમાણીકરણ પણ ચાલુ રહેશે. અધિકૃત એજન્સીઓ આધાર ડેટા ચકાસવા માટે કોઈપણ યોગ્ય પદ્ધતિ પસંદ કરી શકે છે.