346
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,28 જૂન 2021
સોમવાર
રેલવે ટીકીટ બુકિંગ સ્કેમ ને રોકવા માટે ભારતીય રેલવે હવે નવી યંત્રણા વિકસાવી રહી છે. આ નવી યંત્રણા મુજબ રેલવે ટીકીટ બુક કરવા માટે દરેક માણસે પોતાના એકાઉન્ટ સાથે આધારકાર્ડ અને પાનકાર્ડ ને જોડવું પડશે. આ કામ કર્યા સિવાય irctc ની વેબસાઈટ પરથી ટિકિટ નહીં મળે. રેલવે વિભાગના મહા સંચાલક અરુણ કુમારે આ માહિતી પૂરી પાડી હતી. આ યોજના લાગુ કરવાને કારણે કોઈ રોબોટ ગેરકાયદેસર રીતે ફટાફટ ટિકિટ નહીં કરાવી શકે તેમ જ ખરેખર જે વ્યક્તિને ટિકિટ ની જરૂર છે તેને ટિકિટ મળી રહેશે.
રેલવે વિભાગે જણાવ્યું છે કે આ માટે ટૂંક સમયમાં જ અમારી કામગીરી પતી જશે.
એટલે હવે જે કોઇ વ્યક્તિને ટિકિટ બુક કરાવી હશે તેણે આધાર અને પેન કાર્ડ નો ઉપયોગ કરવો પડશે.
You Might Be Interested In