News Continuous Bureau | Mumbai
Abdul Karim Tunda: અજમેરની ટાડા કોર્ટે 1993ના સિરિયલ બોમ્બ બ્લાસ્ટ ( 1993 bomb blast ) કેસના મુખ્ય આરોપી અબ્દુલ કરીમ ટુંડાને નિર્દોષ જાહેર કર્યો છે. જ્યારે ઈરફાન અને હમીમુદ્દીનને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. ટુંડાના વકીલએ કોર્ટની ( Tada Court ) બહાર નિવેદન આપતાં કહ્યું- “માનનીય કોર્ટે અબ્દુલ કરીમ ટુંડાને તમામ આરોપોમાંથી મુક્ત કર્યો છે. “સીબીઆઈ અબ્દુલ કરીમ ટુંડા સામે કોઈ મજબૂત પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ રહી છે.”
નોંધનીય છે કે, બાબરી મસ્જિદ ધ્વંસની પ્રથમ વરસી પર મુંબઈ, લખનૌ, કાનપુર, હૈદરાબાદ અને સુરતની કેટલીક ટ્રેનોમાં શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટ ( Serial Bomb Blast ) થયા હતા. આ કેસ અજમેરની ( Ajmer ) ટાડા કોર્ટમાં ચાલી રહ્યો હતો. જેમાં આતંકી અબ્દુલ કરીમ ઉર્ફે ટુંડા, ઈરફાન અને હમીમુદ્દીન પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા.
VIDEO | A TADA Court in Ajmer, Rajasthan, acquits Abdul Karim Tunda in 1993 serial bomb blasts case.
“The honourable court has acquitted Abdul Karim Tunda from all the charges. The CBI failed to present any strong evidence against Abdul Karim Tunda,” says Tunda’s advocate… pic.twitter.com/5iuoZ4OY32
— Press Trust of India (@PTI_News) February 29, 2024
અબ્દુલ કરીમ ટુંડા સામે પુરાવાના અભાવને ટાંકીને, કોર્ટે અન્ય બે આરોપીઓ – અમીનુદ્દીન અને ઈરફાનને દોષિત ઠેરવ્યા અને તેમને આજીવન કેદની સજા ફટકારી. અબ્દુલ કરીમ અન્ય ઘણા કેસમાં આરોપી છે.
આ ચુકાદા બાદ હવે ફરિયાદ પક્ષ સુપ્રીમ કોર્ટમાં ( Supreme Court ) અપીલ કરશે..
આ ચુકાદા બાદ હવે ફરિયાદ પક્ષ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરશે. ઉલ્લેખનીય છે કે, અબ્દુલ કરીમ 2013માં નેપાળ બોર્ડર પરથી ઝડપાયો હતો. ટુંડા 24 સપ્ટેમ્બર 2023થી અજમેર જેલમાં બંધ હતો. જેને ન્યાયાધીશે આજે નિર્દોષ જાહેર કર્યો હતો. ચુકાદા સમયે ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં ટુંડા નિર્દોષ છૂટ્યો હતો. આ આદેશ જસ્ટિસ મહાવીર કુમાર ગુપ્તાએ લખ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : Mumbai: નવી મુંબઈમાં કાર અને સાયકલની અથડામણમાં ઈન્ટેલ ઈન્ડિયાના ભૂતપૂર્વ ચીફનું થયું મોત
ટુંડા વિરુદ્ધ ટાડા એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં સીબીઆઈએ ચાર્જશીટ દાખલ કરી હતી. આ કેસમાં લગભગ 175 સાક્ષીઓ હતા. જેમના નિવેદન સીબીઆઈએ કોર્ટમાં લીધા હતા. કોર્ટે આ કેસમાં બંને પક્ષોની દલીલો સાંભળી છે. આ પછી કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. જેમાં માનવામાં આવી રહ્યું હતું કે ટાડા કોર્ટ આતંકવાદી અબ્દુલ કરીમ ઉર્ફે ટુંડાના કેસમાં આજે સજા સંભળાવી શકશે. પંરતુ હવે આ ચુકાદો આવ્યા બાદ બોમ્બ ધડાકામાં માર્યો ગયેલા પરિવારના સભ્યોને હવે સુપ્રીમ કોર્ટ પર જ આશા રાખવી પડશે.
એક અહેવાલ મુજબ, અબ્દુલ કરીમ યુપીના ટુંડાનો રહેવાસી છે. પશ્ચિમ યુપીના હાપુડ જિલ્લાના પિલખુવામાં સુથારનું કામ કરતો ટુંડા 1980થી આતંકવાદી સંગઠનોના સંપર્કમાં આવ્યો હતો. તે જ દરમિયાન પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI પાસેથી આતંક ફેલાવવાની તાલીમ લીધા બાદ તે આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના સંપર્કમાં આવ્યો હતો. ટુંડા વિરુદ્ધ દેશભરમાં 33 ફોજદારી કેસ નોંધાયા હતા, જેમાં તેના પર 40 બોમ્બ વિસ્ફોટ કરવાનો પણ આરોપ હતો.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)