ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 25 સપ્ટેમ્બર, 2021
શનિવાર
ભારતીય નારીના પારંપારિક પોશાક સાડી ઉપર રાજધાની દિલ્હીની એક હૉટેલમાં પ્રતિબંધ છે. સાડીને વિદેશી કપડાંની સામે નિમ્ન ઠરાવનારી આ બાબતે મોટો વિરોધ થયો છે.
વાત એમ છે કે 19મી સપ્ટેમ્બરના રોજ દિલ્હીના ખેલ ગામની અકિલા રેસ્ટોરન્ટમાં સાડી પહેરેલી મહિલા આવી તો તેને અંદર પ્રવેશવાની ના પાડવામાં આવી. હૉટેલના એક કર્મચારીએ તેને કહ્યું હતું કે આ હૉટેલમાં માત્ર સ્માર્ટ કપડાં પહેરેલી વ્યક્તિ જ પ્રવેશી શકે. અમે સ્માર્ટ કપડાંમાં સાડીને નથી ગણતા. આ વાતના વિરોધમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની વિદ્યાર્થિનીઓએ સાડી પહેરીને હૉટેલની બહાર પ્રદર્શન કર્યું હતું.
આ વિદ્યાર્થિની કાર્યકર્તાઓની એક પ્રમુખ વિદ્યાર્થિની વેલેન્ટિના ભ્રમ્મા કહ્યું હતું કે આ રીતે સાડી પહેરેલી મહિલાને હૉટેલમાં આવવા ન દેવું એ વાત નિંદાને પાત્ર છે. આ હૉટેલનો અમે વિરોધ કરીએ છીએ, સાથે જ સરકાર સામે આવી હૉટેલો વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગણી પણ કરીએ છીએ. જે ભારતીય સંસ્કૃતિ અને ભારતીય પોશાકનું અપમાન કરે.
પ્રદર્શન બાદ ડરના માર્યા રેસ્ટોરન્ટ મૅનેજરે માફી માગી અને આશ્વાસન આપ્યું કે ભારતીય સંસ્કૃતિનું અપમાન કરતી હોય એવી કોઈ પણ ઘટના હવે નહીં બને.
મોદી સાહેબની બિઝનેસ ડિપ્લોમેસીઃ અમેરિકામાં આ વેપારીઓ સાથે ચાલી રહી છે મિટિંગ; જાણો વિગત