Site icon

Delhi: દેશના બે IPS અધિકારીઓ પર જાતીય સતામણીનો આરોપ, હવે આ મામલે દિલ્હી પોલીસે તપાસ રિપોર્ટ ગૃહમંત્રાલયને સોંપી

Delhi: જાતીય સતામણીના આરોપો અંગે AGMUT કેડરના બે IPS અધિકારીઓ વિરુદ્ધ બે અલગ-અલગ તપાસ અહેવાલો આરોપોને સમર્થન આપ્યા પછી દિલ્હી પોલીસની તકેદારી શાખા દ્વારા ગૃહ મંત્રાલયને મોકલવામાં આવ્યા છે.

Accusation of sexual harassment on two IPS officers of the country, now the Delhi Police handed over the investigation report to the Ministry of Home Affairs in this matter..

Accusation of sexual harassment on two IPS officers of the country, now the Delhi Police handed over the investigation report to the Ministry of Home Affairs in this matter..

 News Continuous Bureau | Mumbai

Delhi: દેશના બે IPS અધિકારીઓ વિરુદ્ધ જાતીય સતામણીનો આરોપ લગાવામાં આવ્યો હતો. જેમાં તેમના જ પોલીસ સ્ટેશનની મહિલા પોલીસકર્મીએ બંને આરોપી વિરુદ્ધ અલગ અલગ કેસમાં જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. આ મામલામાં હવે દિલ્હી પોલીસની વિજિલન્સ બ્રાન્ચે જાતીય સતામણીના આરોપી બે IPS અધિકારીઓ વિરુદ્ધ તપાસ રિપોર્ટ ગૃહ મંત્રાલયને  ( Home Ministry ) મોકલી આપ્યો છે. વિજિલન્સ બ્રાન્ચ સ્પેશિયલ સીપી અને ઓડિશન ડીસીપી રેન્કના આ આઈપીએસ અધિકારીઓની અલગ-અલગ કેસમાં તપાસ કરી રહી હતી. 

Join Our WhatsApp Community

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2023માં, એક જુનિયર મહિલા પોલીસકર્મીએ સ્પેશિયલ સીપી રેન્કના અધિકારી પર પોતાની ઓફિસમાં બોલાવીને જાતીય સતામણીનો ( Sexual harassment ) આરોપ લગાવ્યો હતો. તપાસ દરમિયાન મહિલા પોલીસકર્મીએ ( Woman police officer ) ટીમને આ અધિકારી વિરુદ્ધ કેટલાક પુરાવા પણ આપ્યા હતા.

 બંને કેસોમાં આ મહિલા પોલીસકર્મીઓએ તપાસ ટીમને આ એસપી રેન્કના અધિકારી વિરુદ્ધ ઘણા પુરાવા આપ્યા હતા…

આ ઉપરાંત બીજા કેસમાં, જૂન 2023 માં અરુણાચલ પ્રદેશમાં એસપી તરીકે તૈનાત IPS અધિકારી  ( IPS officers ) પર જાતીય સતામણીનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ અધિકારી વિરુદ્ધ મહિલા પોલીસકર્મીએ 24 જૂન 2023ના રોજ આંતરિક ફરિયાદ સમિતિમાં ફરિયાદ નોંધાવી હતી.

આ સમાચાર પણ વાંચો :  Arvind Kejriwal Arrest: કેજરીવાલને સીએમ પદેથી હટાવવાની અરજી ફગાવી, કોર્ટે કહ્યું કોઈ ન્યાયિક હસ્તક્ષેપની જરુર નથી..

આ મામલામાં મહિલા પોલીસકર્મીએ આરોપ લગાવ્યો હતો કે અધિકારીએ 23 જૂનની રાત્રે તેને વોટ્સએપ પર અનેક મેસેજ અને ઓડિયો મેસેજ મોકલીને સેક્સ્યુઅલ ફેવરની માંગણી કરી હતી. પીડીતાએ ફરિયાદમાં વધુમાં કહ્યું હતું કે, અધિકારી પહેલાથી આવા અશ્લીલ મેસેજ મોકલી રહ્યો હતો.

દરમિયાન આ આરોપી અધિકારીની અરુણાચલ પ્રદેશથી દિલ્હી બદલી કરવામાં આવી હતી. તેમજ આ મામલાની તપાસ દિલ્હી પોલીસની વિજિલન્સ બ્રાન્ચને ટ્રાન્સફર કરવામાં આવી હતી.

મિડીયા રિપોર્ટ અનુસાર, બંને કેસોમાં આ મહિલા પોલીસકર્મીઓએ તપાસ ટીમને આ એસપી રેન્કના અધિકારી વિરુદ્ધ ઘણા પુરાવા આપ્યા હતા. તેમજ બીજા કેસમાં વોટ્સએપ પર મોકલવામાં આવેલ સ્ક્રીનશોટ પણ સામેલ છે. આ મામલે દિલ્હી પોલીસના ( Delhi Police ) પ્રવક્તાએ એક નિવેદન આપતા કહ્યું હતું કે, વર્કપ્લેસ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ પ્રિવેન્શન એક્ટ હેઠળ અમે આ મામલે કોઈ ટિપ્પણી કરી શકતા નથી.

Mumbai: નવા વર્ષે હવામાનનો મિજાજ બદલાયો: મુંબઈમાં વરસાદી આગમન, પહાડો પર હિમવર્ષા અને દિલ્હીમાં હાડ થીજવતી ઠંડી.
Happy New Year 2026 Wishes: નવા વર્ષ ૨૦૨૬ની દેશમાં ધૂમ: PM મોદીએ પાઠવી શુભકામનાઓ, રાહુલ ગાંધી અને ખરગેએ પણ દેશવાસીઓ માટે ખાસ સંદેશ પાઠવ્યો.
Goa Nightclub Fire: ગોવામાં મોતનું તાંડવ અને તંત્રની મિલીભગત! ગેરકાયદે નાઈટક્લબમાં ૨૫ જિંદગીઓ હોમાઈ, લાયસન્સ મુદ્દે થયો ચોંકાવનારો ધડાકો
Kashmir Tourism: આતંક પર ભારે પડ્યો ઉત્સાહ! કાશ્મીરમાં પ્રવાસનનો રેકોર્ડબ્રેક ઉછાળો, ન્યૂ યર સેલિબ્રેશન માટે ગુલમર્ગ અને પહેલગામ ‘હાઉસફુલ’.
Exit mobile version