ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
16 મે 2020
જેમ આતંકવાદીઓને ઠાર કરવાનું ઓપરેશન જમ્મુ-કાશ્મીરમાં આરંભાયું છે એવી જ રીતે પૂર્વોત્તર રાજ્યોમાં સક્રિય ઉગ્રવાદી સંગઠનોને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકારે ઓપરેશન ચલાવ્યું છે. જેની કમાન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવલને સોંપવામાં આવી છે. અજીત ડોવાલ દ્વારા ચલાવાતા આ ઓપરેશનમાં એક મોટી સફળતા ભારતને મળી છે. મ્યાનમાર (બર્મા) ની સેના દ્વારા 22 જેટલા ઉગ્રવાદીઓને ભારતને સોંપવામાં આવ્યા છે, આ લોકો પહેલા ભારતમાં અને નાના મોટા હુમલાઓ કરી પાડોશી દેશમાં ભાગી ગયા હતા. આ સોંપાયેલા 22 ઉગ્રવાદીઓને વિશેષ વિમાન દ્વારા ભારત લાવવામાં આવ્યા છે, હવે તેઓને મણિપુર અને આસામની પોલીસને સોંપવામાં આવશે, જ્યાં ઉગ્રવાદીઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી સજા કરવામાં આવશે. એક મીડિયા રિપોર્ટ દ્વારા કહેવાયું છે કે આ ઘટના દ્વારા ફલિત થાય છે કે 'ભારત અને મ્યાનમાર વચ્ચેના સંબંધો કેટલા મજબૂત છે'. નોંધનીય છે કે 2018 માં મ્યાનમાર ના સહયોગથી પૂર્વોત્તરના રાજ્યોમાં એક સર્જીકલ સ્ટ્રાઈકને પણ અંજામ આપવામાં આવ્યો હતો..
