ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૨ મે 2021
રવિવાર
આદર પુનાવાલા એ ભારત છોડી દીધું છે. ભારતમાં તેને અનેક પ્રકારની અડચણો નો સામનો કરવો પડી રહ્યો છે. વાત એમ છે કે આધાર પુનાવાલા ને ભારતના કેટલાક સૌથી શક્તિશાળી લોકો દ્વારા તેમને સતત ધમકી આપવામાં આવી રહી છે.ઉલ્લેખનીય છે કે તેમને ભારત સરકાર દ્વારા 'વાય' કેટેગરીની સુરક્ષા પૂરી પાડવામાં આવી હતી. પૂનાવાલાએ ધ ટાઇમ્સને આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે તેમને ભારતના કેટલાક શક્તિશાળી લોકો તરફથી ધમકીભર્યા ફોન આવી રહ્યા છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દેશમાં કોરોના રસી કોવિશિલ્ડ / AstraZeneca COVID-19 રસીનું ઉત્પાદન કરી રહી છે.
અદાર પૂનાવાલાએ ધ ટાઇમ્સને આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે "અપેક્ષા અને આક્રમકતાનું સ્તર ખરેખર અભૂતપૂર્વ છે, તે જબરજસ્ત છે. બધી જવાબદારીઓ મારા ખભા પર નાખી દેવામાં આવી છે, પણ હું એકલો કાંઇ કરી શકું તેમ નથી. હું આવી સ્થિતિમાં રહેવા માંગતો નથી કે જ્યાં તમે ફક્ત તમારું કામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છો, અને તમને ધમકીઓ મળે છે."
પૂનાવાલાએ કરેલા દાવા પ્રમાણે તેમને રાજ્યોના મુખ્યમંત્રી, ઈન્ડસ્ટ્રી ચેમ્બર્સના પ્રમુખ અને અનેક પ્રભાવશાળી હસ્તિઓ ધમકી આપી રહી હતી. તેઓ ફોન પર કોવિશીલ્ડ વેક્સિન તાત્કાલિક પૂરી પાડવા માંગણી કરતા હતા.
