Site icon

Aditya L1 Launch: ISROનું આદિત્ય L1 નીકળ્યું સૂર્યની સફરે, PM મોદી સહિતના દિગ્ગજોએ ‘Aditya L1’ના લોન્ચિંગને ગણાવી એક મહાન ઉપલબ્ધિ…

Aditya L1 Launch: આદિત્ય L1 ને શનિવારે સવારે 11:50 વાગ્યે આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા સ્થિત અંતરિક્ષ કેન્દ્રથી સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ ભારત ના પ્રથમ સૌર મિશન આદિત્ય-એલ1ના સફળ પ્રક્ષેપણ બદલ ઈસરોના વૈજ્ઞાનિકો અને એન્જિનિયરો ને અભિનંદન પાઠવ્યા છે

Aditya L1 Launch PM Modi congratulates Isro on successful launch of Aditya-L1

Aditya L1 Launch PM Modi congratulates Isro on successful launch of Aditya-L1

News Continuous Bureau | Mumbai 

Aditya L1 Launch: ભારતનું સૂર્ય મિશન આદિત્ય એલ-1 (Aditya L1 Launch)સફળતાપૂર્વક પૃથ્વીની ભ્રમણકક્ષામાં પહોંચી ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Prime Minister Narendra Modi) એ ભારત(India) ના પ્રથમ સૌર મિશન(Solar Mission) આદિત્ય-એલ1ના સફળ પ્રક્ષેપણ બદલ ઈસરોના વૈજ્ઞાનિકો(Scientists) અને એન્જિનિયરો(Engineers)ને અભિનંદન પાઠવ્યા છે. તેમણે કહ્યું છે કે ચંદ્રયાન-3ની સફળતા બાદ ભારતે તેની અવકાશ યાત્રા ચાલુ રાખી છે.

Join Our WhatsApp Community

PM મોદીએ ટ્વીટ કર્યું, ‘સમગ્ર માનવતાના કલ્યાણ માટે બ્રહ્માંડની વધુ સારી સમજ વિકસાવવા માટે અમારા અથાક વૈજ્ઞાનિક પ્રયાસો ચાલુ રહેશે.’

આત્મનિર્ભર ભારત તરફ એક મોટું પગલું

ગૃહમંત્રી અમિત શાહે પણ આદિત્ય એલ-1ના સફળ લોન્ચિંગ બદલ અભિનંદન પાઠવ્યા છે. તેમણે ટ્વીટમાં લખ્યું, ‘આપણા વૈજ્ઞાનિકોએ પોતાની શક્તિ અને પ્રતિભાને વારંવાર સાબિત કરી છે. ભારતના પ્રથમ સૌર મિશન આદિત્ય L1ના સફળ પ્રક્ષેપણ પર દેશને ગર્વ અને આનંદ છે.

આ સાથે તેમણે ઈસરોને અભિનંદન આપતા લખ્યું કે, ‘અમૃતકાલ દરમિયાન અંતરિક્ષ ક્ષેત્રમાં આત્મનિર્ભર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને પૂર્ણ કરવાની દિશામાં આ એક મોટું પગલું છે.’

આ સમાચાર પણ વાંચો : IND vs PAK : પાકિસ્તાન સામે ભારતે ટોસ જીત્યો, પહેલા બેટિંગ કરવાનો લીધો નિર્ણય.. ભારતીય ટીમમાં થયા આ મોટા ફેરફાર..

રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ ઈસરોને અભિનંદન પાઠવ્યા છે. તેમણે ટ્વીટમાં લખ્યું, ‘1.4 અબજ ભારતીયો માટે શનિવાર એક ઐતિહાસિક ‘સન ડે’ છે. આજે ISRO દ્વારા ભારતનું પ્રથમ સૌર મિશન આદિત્ય-L1 સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું છે. તેઓ લખે છે કે, મિશન ચંદ્રયાન 3 અને મંગલયાનની અપાર સફળતા બાદ ભારત હવે સૂર્ય તરફ આગળ વધી રહ્યું છે.

બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ આદિત્ય L1ના લોન્ચિંગ બાદ ટ્વિટ કર્યું હતું. તેમણે લખ્યું, ‘ચંદ્ર પર સફળતાપૂર્વક ઉતરાણ કર્યા બાદ ભારત સૂર્ય તરફ આગળ વધી રહ્યું છે. સૂર્યનો અભ્યાસ કરવા માટે ભારતના પ્રથમ અવકાશ-આધારિત મિશન આદિત્ય-L1ના સફળ પ્રક્ષેપણ પર ISROને હાર્દિક અભિનંદન. અમને અમારા વૈજ્ઞાનિકો અને એન્જિનિયરો પર ગર્વ છે, જેઓ તેમની અસાધારણ પ્રતિભા અને નિશ્ચય દ્વારા શ્રેષ્ઠતાનું પ્રદર્શન કરે છે.

PM Modi Mizoram 2025: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મિઝોરમના આઈઝોલમાં 9,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો
Vrindavan: વૃંદાવન જ નહીં, પાકિસ્તાન સુધી છે બાંકેબિહારીજીની સંપત્તિ,મંદિર પ્રબંધન કમિટી કરી રહી છે આ કામ
Rafale Fighter Jet: ભારતીય વાયુસેના રાફેલ ફાઇટર જેટ નર લઈને સરકારને કરી આવી ડિમાન્ડ, શું ભારતમાં જ થશે તૈયાર?
PM Modi Manipur visit: મણિપુર હિંસા બાદ PM મોદીની પ્રથમ મુલાકાત, આ શહેર થી શરૂ થશે તેમનો પ્રવાસ
Exit mobile version