News Continuous Bureau | Mumbai
Aditya L1 Mission : સૂર્યનો અભ્યાસ કરવા માટે મોકલવામાં આવેલ ભારતનું પ્રથમ અવકાશ મિશન ( space mission ) આદિત્ય L1 તેના અંતિમ તબક્કામાં ( Final Phase ) છે અને ટૂંક સમયમાં તેના લક્ષ્ય બિંદુ સુધી પહોંચશે. ઈસરોના ( ISRO ) ચીફ એસ સોમનાથે ( S Somnath ) આ જાણકારી આપી છે. ઈસરોના વડાએ કહ્યું કે આદિત્ય સાચા માર્ગ પર છે અને મને લાગે છે કે તે તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે. તેમણે કહ્યું કે શક્ય છે કે 7 જાન્યુઆરીએ આદિત્ય L1 તેના અંતિમ દાવપેચને પૂર્ણ કરી L1 પોઈન્ટમાં પ્રવેશ કરશે.
તાપમાનની પેટર્નને સમજવાનો પ્રયાસ કરશે
નોંધનીય છે કે આદિત્ય L1 ગત 2 સપ્ટેમ્બર 2023 ના રોજ આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટામાં સતીષ ધવન સ્પેસ સેન્ટરથી સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું હતું. આદિત્ય L1 અવકાશયાન ( Spacecraft ) લગભગ 15 લાખ કિલોમીટરનું અંતર કાપશે અને 125 દિવસમાં સૂર્યની સૌથી નજીકના લેગ્રાંગિયન બિંદુ સુધી પહોંચશે. આદિત્ય L1 લેગ્રાંગિયન બિંદુ પરથી સૂર્યની તસવીરો લેશે અને તેને પૃથ્વી પર મોકલશે. આદિત્ય L1 ની મદદથી, ISRO સૂર્યની કિનારીઓ પર થતી ગરમીનો અભ્યાસ કરશે અને સૂર્યની કિનારે ઉદ્ભવતા વાવાઝોડાની ઝડપ અને તાપમાનની પેટર્નને સમજવાનો પ્રયાસ કરશે.
આ સમાચાર પણ વાંચોઃ Sandwich : લ્યો બોલો, મહિલાએ 628 રૂપિયાની સેન્ડવિચ ખાધી, ટીપમાં આપ્યા અધધ 6 લાખ રૂપિયા! હવે માંગી રહી છે પરત.. જાણો શું કારણ
લેગ્રેન્જિયન પોઈન્ટ શું છે
લેગ્રેન્જિયન પોઈન્ટનું નામ ઈટાલિયન-ફ્રેન્ચ ગણિતશાસ્ત્રી જોસેફી લુઈસ લેગ્રેન્જના નામ પરથી રાખવામાં આવ્યું છે. આ L1 તરીકે ઓળખાય છે. પૃથ્વી અને સૂર્ય વચ્ચે પાંચ બિંદુઓ છે, જ્યાં સૂર્ય અને પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ નિયંત્રિત થાય છે. જો કોઈપણ વસ્તુને આ બિંદુઓ પર મૂકવામાં આવે છે, તો તે સરળતાથી તે બિંદુની આસપાસ ફરવાનું શરૂ કરે છે. આ બિંદુઓ પરથી સૂર્યનો અભ્યાસ કરવો શક્ય છે. ખાસ વાત એ છે કે L1 પોઈન્ટથી સૂર્ય કોઈપણ ગ્રહણ વિના સતત જોઈ શકાય છે અને અહીંથી રિયલ ટાઈમમાં સૌર ગતિવિધિઓ પર નજર રાખી શકાય છે.