ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 30 નવેમ્બર 2021
મંગળવાર
ભારતીય નૌસેનાના નવા અધ્યક્ષ તરીકે એડમિરલ આર હરિ કુમારે કાર્યભાર સંભાળી લીધો છે.
નિવૃત્ત થયેલા હાલના ચીફ એડમિરલ કરમબીર સિંહે આજે તેમને નૌસેનાની કમાન સોંપી દીધી છે.
સાથે જ એડમિરલ આર હરિ કુમારને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યુ હતુ.
આ પહેલા તેઓ નૌસેનાના પશ્ચિમી કમાનના વડા હતા.
એડમિરલ આર હરિ કુમારે 1983માં નેવી જોઈન કરી હતી અને 38 વર્ષના કેરિયરમાં તેઓ નૌસેનાના એરક્રાફટ કેરિયર આઈએનએસ વિરાટ તેમજ બીજા યુધ્ધ જહાજોના કમાન્ડિંગ ઓફિસર પણ રહી ચુકયા છે.