ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
27 મે 2020
ચીની સેનાને યુધ્ધ જેવી પરિસ્થિતિ માટે તૈયાર રહેવાની હાકલ ચીનના રાષ્ટ્રપતિ શી જિંગ પિંગ એ કરી છે. જયારથી સેટેલાઇટ ઇમેજ માં ખુલાસો થયો છે કે ચીને લદાખમા પોતાની સેનાનાની સંખ્યા વધારી છે ત્યારથી ભારતીય સેના પણ સતર્ક થઈ ગઈ છે.
ચીન સાથેની તંગદિલી બાદ ગઈકાલે સંરક્ષણ મંત્રી, ત્રણેય સેનાના વડા, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલ અને સીડીએસની વડાપ્રધાન સાથે અર્જન્ટ મિટિંગ બોલાવાઈ હતી. જેમાં ચીનને જવાબ આપવાની વ્યૂહરચના અંગે ચર્ચા થઇ હોવાનું મનાય છે. સાથે જ એ પણ નક્કી થયું છે કે ચીન જેટલું સૈન્યબળ સરહદ પર વધારશે એટલું જ સૈન્ય બળ ભારત પણ વધારશે, સાથે જ સંઘર્ષ વિરામ માટે કૂટનીતિક વાટાઘાટો ચાલતી રહેશે.
નોંધનીય છે કે જ્યારથી ભારતે લદાખની આસપાસ પોતાની સીમામાં બાંધકામ શરૂ કર્યા છે અને મોટી મોટી ટેન્ક લઈ જઈ શકાય એવા પુલ બનાવ્યા છે ત્યારથી ચીની સૈનિકો ભારતીય સેનાને પરેશાન કરી રહી છે અને બાંધકામ મા અનેક અડચનો ઉભું કરી રહ્યું છે. ગઈકાલે તો રીતસરનો પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો જોકે ભારતીય સૈનિકો દરેક સ્થિતિને પહોંચી વળવા માટે સક્ષમ છે.
બીજી બાજુ ભારતની અમેરિકા સાથે વધતી દોસ્તી પણ ચીનની આંખમાં કણાની જેમ ખુંચી રહી છે..