ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 12 ઓગસ્ટ, 2021
ગુરુવાર
રાહુલ ગાંધી અને કોંગ્રેસના અનેક નેતાઓ બાદ હવે ટ્વિટરે કોંગ્રેસ પાર્ટીના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટને પણ લૉક કરી દીધું છે.
કોંગ્રેસ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો કે તેમનું ટ્વિટર એકાઉન્ટ લૉક કરી દેવામાં આવ્યુ છે પરંતુ અમે પોતાની લડાઇ ચાલુ રાખીશુ.
આ જાણકારી પાર્ટીએ પોતાના ફેસબુક પેજ દ્વારા આપી છે.
માનવામાં આવી રહ્યું છે કે ટ્વિટરે નિયમોના ઉલ્લંઘન ને લઈને કાર્યવાહી કરી છે.
અગાઉ ઘણા કોંગ્રેસી નેતાઓના ખાતા પર કાર્યવાહી કરવામાં આવી હતી અને ચાર દિવસ પહેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના ખાતાને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું.
મહત્વપૂર્ણ છે કે દિલ્હીમાં એક નવ વર્ષની બાળકી સાથે બળાત્કાર અને પછી હત્યાના કેસ બાદ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ તેમના પરિવાર સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતની તસવીર રાહુલ ગાંધીએ ટ્વિટર પર શેર કરી હતી. તે બાદ રાહુલ ગાંધીનું એકાઉન્ટ પહેલા સસ્પેન્ડ થયુ હતુ અને બાદમાં લૉક કરી દેવામાં આવ્યુ હતું.