News Continuous Bureau | Mumbai
India UK Relations: ભારત સરકારે બ્રિટિશ હાઈ કમિશનર જેન મેરિયટની ( Jane Marriott ) પાકિસ્તાન અધિકૃત કાશ્મીરની મુલાકાત સામે વિરોધ વ્યક્ત કર્યો છે. બ્રિટિશ હાઈ કમિશનરની આ મુલાકાતને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ( Union Home Ministry ) વાંધાજનક ગણાવી છે. ભારતના વિદેશ મંત્રાલય ( Ministry of External Affairs ) દ્વારા આ સંબંધમાં એક સત્તાવાર નિવેદન પણ બહાર પાડવામાં આવ્યું છે.
Salaam from Mirpur, the heart of the UK and Pakistan’s people to people ties! 70% of British Pakistani roots are from Mirpur, making our work together crucial for diaspora interests. Thank you for your hospitality! pic.twitter.com/3LyNFQan9H
— Jane Marriott (@JaneMarriottUK) January 10, 2024
ભારતે બુધવારે એક અધિકારી સાથે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર ( PoK ) માં UK હાઈ કમિશનરની અત્યંત વાંધાજનક મુલાકાતને ગંભીરતાથી લીધી છે,” તે બાદ વિદેશ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ” સાર્વભૌમત્વ “અને અખંડિતતાના આ ઉલ્લંઘનને સ્વીકારી શકાય નહીં.” વિદેશ સચિવે આ મામલે ભારતમાં બ્રિટિશ હાઈ કમિશનર ( UK High Commissioner ) સમક્ષ ઉગ્ર વિરોધ પણ નોંધાવ્યો છે. મંત્રાલયે વધુમાં કહ્યું કે, જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશો ભારતનો અભિન્ન અંગ છે અને હંમેશા રહેશે.
Currently spending time in Karachi, Lahore and Islamabad meeting all the main political parties. Continuation of fundamental economic reform is essential. Inclusive elections on 8th February are vital for Pakistan’s future.
— Jane Marriott (@JaneMarriottUK) January 8, 2024
8 ફેબ્રુઆરીએ યોજાનારી આગામી સામાન્ય ચૂંટણી પાકિસ્તાનના ભવિષ્ય માટે મહત્વપૂર્ણ છે….
ભારતના વિરોધની બ્રિટિશ હાઈ કમિશનર જેન મેરિયટ પર કોઈ અસર થઈ ન હતી. પીઓકે સ્થિત મીરપુરની તેમની મુલાકાતને યોગ્ય ઠેરવતા તેમણે 10 જાન્યુઆરીએ એક ‘X’ પોસ્ટ પર મીરપુરની તેમની મુલાકાતની ઘણી તસવીરો શેર કરી હતી. તેમણે કહ્યું હતું કે, “બ્રિટન અને પાકિસ્તાનના લોકો વચ્ચેના સંબંધોનું હાર્દ મીરપુર તરફથી નમસ્કાર! 70 ટકા બ્રિટિશ પાકિસ્તાનીઓ મૂળ મીરપુરના છે, તેથી આપણા બધા માટે ડાયસ્પોરાના હિત માટે સાથે મળીને કામ કરવું મહત્વપૂર્ણ છે. તમારા આતિથ્ય માટે આભાર!”
આ સમાચાર પણ વાંચો : Ayodhya: અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ભારત- નેપાળ સરહદ પર હાઈ એલર્ટ.. સુરક્ષા એજન્સીઓએ સતર્કતા વધારી..
જેન મેરિયટે અગાઉ 8 જાન્યુઆરીએ પણ એક પોસ્ટ શેર કરી હતી. તેણીએ લખ્યું હતું કે, “અત્યારે હું કરાચી, લાહોર અને ઈસ્લામાબાદમાં તમામ મહત્વપૂર્ણ રાજકીય પક્ષો સાથે મુલાકાત કરી રહી છું. મૂળભૂત આર્થિક સુધારા ચાલુ રાખવા જરૂરી છે. 8 ફેબ્રુઆરીએ યોજાનારી આગામી સામાન્ય ચૂંટણી પાકિસ્તાનના ભવિષ્ય માટે મહત્વપૂર્ણ છે.