News Continuous Bureau | Mumbai
સાયરસ મિસ્ત્રીના રોડ એક્સિડન્ટમાં(Cyrus Mistry's road accident) મૃત્યુ થયા બાદ હવે ફરી એક વખત પ્રવાસીઓની સુરક્ષાનો મુદ્દો ચર્ચાએ આવ્યો છે. રિપોર્ટ મુજબ સાયરસ મિસ્ત્રીના મૃત્યુનું મહત્વનું કારણ સીટ બેલ્ટ(Seat belt)નહીં પહેરવાનું હોવાનું નિષ્ણાતોએ કહ્યું છે. તેથી હવે સરકારે સીટ બેલ્ટ અને સીટ બેલ્ટ વોર્નિંગ સિસ્ટમથી(belt warning system) સંબંધિત નિયમોનો પુનઃ વિચાર કરવાની છે.
રોડ એક્સિડન્ટના(road accident) વધતા કેસ અને સીટબેલ્ટ પહેરવામાં દાખવવામાં આવી રહેલી બેદરકારીને ધ્યાનમા
રાખીને સીટ બેલ્ટ વોર્નિંગ સિસ્ટમથી સંબંધિત નિયમ પર પુર્નવિચાર કરવાનો સરકારે નિર્ણય લીધો છે. સીટ બેલ્ટ વોર્નિંગ સિસ્ટમ બંધ કરવાના તમામ જુગાડ પર સરકાર બહુ જલદી પ્રતિબંધ લાવી શકે છે.
આ સમાચાર પણ વાંચો : બિઝનેસમેન સાયરસ મિસ્ત્રીના નિધન બાદ સજાગ થઈ મોદી સરકાર-સીટ બેલ્ટ અંગે બનાવ્યો આ નવો નિયમ- ટૂંક સમયમાં જારી કરશે આદેશ
મિડિયાના અહેવાલ મુજબ સાયરસ મિસ્ત્રીના કાર એક્સિડન્ટમાં થયેલા મૃત્યુ બાદ કેન્દ્રીય ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય(Union Ministry of Transport and Highways) ચાર મહત્વના નિર્ણય લઈ શકે છે, જેમાં સીટ બેલ્ટ એલાર્મ પર પ્રતિબંધ મૂકવાની સાથે જ કારમાં છ એરબેગ અને વચલી અને પાછળની સીટ પર ત્રણ પોઈન્ટ સીટ બેલ્ટ ફરજિયાત કરી શકે છે. હાઈવે મંત્રાલયયે સીટ બેલ્ટનું મહત્વ લોકો સુધી પહોંચાડવા માટે જનજાગૃતિ ઝુંબેશ પણ હાથ ધરવાની છે.
તમામ પ્રકારના સીટ બેલ્ટ ક્લિપ પર પ્રતિબંધ લવવાનો આદેશ પણ બહુ જલદી કેન્દ્રીય મંત્રાલય બહાર પાડે એવી શક્યતા છે.