News Continuous Bureau | Mumbai
જમ્મુ-કાશ્મીરમાં(Jammu and Kashmir) કોંગ્રેસને(Congress) મોટો ઝટકો લાગ્યો છે.
પૂર્વ ઉપમુખ્યમંત્રી(Former Deputy CM) તારા ચંદ (Tara Chand) સહિત રાજ્યના 64 નેતાઓએ ગુલામ નબી આઝાદના (Ghulam Nabi Azad) સમર્થનમાં રાજીનામાની(Resignation) જાહેરાત કરી છે.
અહેવાલો અનુસાર, કોંગ્રેસમાંથી રાજીનામું આપનારા તમામ નેતાઓએ ગુલામ નબી આઝાદની આગેવાની હેઠળના જૂથમાં જોડાવાનો નિર્ણય કર્યો છે.
આ તમામે કોંગ્રેસ અધ્યક્ષ(Congress President) સોનિયા ગાંધીને(Sonia Gandhi) સંયુક્ત રાજીનામું સોંપ્યું છે.
તારા ચંદ સિવાય ભૂતપૂર્વ પ્રધાન માજિદ વાની(Majid Wani), ડો. મનોહર લાલ શર્મા(Dr. Manohar Lal Sharma), ચૌધરી ઘરુ રામ(Chowdhury Gharu Ram) અને ભૂતપૂર્વ ધારાસભ્ય ઠાકુર બલવાન સિંહ(Thakur Balwan Singh), ભૂતપૂર્વ મહાસચિવ વિનોદ મિશ્રા(Vinod Mishra) કોંગ્રેસ છોડનારા કેટલાક હાઈપ્રોફાઈલ નામ છે.
આ સમાચાર પણ વાંચો : હેલો – આદિત્ય ઠાકરે બોલી રહ્યો છું ૨૫ હજાર મોકલો – આ એક ફોન કોલે મહારાષ્ટ્ર પોલીસ માટે ઉભી કરી મુશ્કેલી-જાણો શું છે સમગ્ર મામલો