ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
03 ઓગષ્ટ 2020
અયોધ્યામાં રામમંદિર પૂર્ણ થયા બાદ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) હિન્દુ સંગઠનો સાથે કાશી અને મથુરા માટે આગામી આંદોલન શરૂ કરશે. ભાજપના ફાયરબ્રાન્ડના નેતા વિનય કટિયરે કહ્યું છે કે, રામ મંદિર પૂર્ણ થયા બાદ કાશી અને મથુરા ખાતે મંદિર નિર્માણની ગતિ વધારવામાં આવશે.
પાંચમી ઓગસ્ટે થનારા રામ મંદિર ભૂમિપૂજન માં સહભાગી થવા આવેલા તેજાબી નેતા વિનય કટિયારે કહ્યું કે "તેમણે રામ મંદિર માટે ઉગ્ર આંદોલન ચલાવ્યું હતું અને આંદોલનમાં ઘણો સંઘર્ષ કર્યો છે. એક સમાજવાદી નેતા એ તો રામ ભક્તો પર ગોળીબાર પણ કરાવી દીધો હતો. પરંતુ, તેનાથી અમે હિંમત હાર્યા નહોતા."
વિનય કટિયાર અયોધ્યાનો મામલો હલ થઈ ગયો અને આંદોલન સફળ રહ્યું એનો સઘળો શ્રેય સાધુ, સંતો અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને આપે છે. કટિયારે ઉમેર્યું હતું કે "નરેન્દ્ર મોદી ના હસ્તે શિલાન્યાસ થવાનો છે એનાથી હું ખૂબ રાજી છું. નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી પણ ન હતા ત્યારથી રામ મંદિરના નિર્માણ માટે અમારી સાથે લડત ચલાવી રહ્યા હતાં."
પત્રકારોના જવાબ આપતી વખતે વિનય કટિયારે કહ્યું કે "અયોધ્યા, કાશી અને મથુરા માટે જ મારો જન્મ થયો છે. આંદોલન કરતા કરતા જેલમાં પણ જવું પડ્યું છે. પરંતુ તેનાથી મારો જુસ્સો ઘટવાને બદલે વધી ગયો છે. આવનારા દિવસોમાં કાશી, મથુરાના મંદિરોનો પણ આવી જ રીતે કાયાકલ્પ થશે અને ભક્તો રાજી થશે…"
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ..
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com