ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો,
મુંબઈ.
જામનગરના લાખણી ગામમાં મહિલા ઓને રાજ્ય સરકારની માહિતી આપતો એક સમારંભ યોજાયો હતો.એ સમારંભમાં આપણા ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજાના પત્ની રીવા બા એ મહિલાઓ સાથે સંવાદ કાર્યક્રમ યોજ્યો હતો.
આ સમારંભમાં તેમણે દીકરીને ભણતર અને દીકરાને સાવરણી આપવાની બાબત ને જોર આપ્યું હતું. રિવાબા ના આ નિવેદનથી સોશિયલ મીડિયામાં વાવાઝોડું આવી ગયું છે. તેમના આ નિવેદનથી સમાજના ઘણા શિક્ષિત વર્ગો તેમના સમર્થનમાં આગળ આવ્યા છે. તેમાંથી કેટલાક લોકોનું માનવું છે કે સ્ત્રીઓના ટૂંકા કપડા અને ફાટેલા જીન્સથી તેમના સંસ્કાર માપવાની પરંપરા આપણા દેશમાં છે. પરંતુ પુરુષો ના સંસ્કારો ની વાત જ કોઇ કરતું નથી. આ પુરૂષપ્રધાન સમાજમાં સ્ત્રી કોઈ ગણતરીમાં જ આવતી નથી. પુરુષને રાજાની જેમ રહેવાની છૂટ છે જ્યારે સ્ત્રીઓને દાસી ની જેમ રાખે છે. રિવાબા ના આ નિવેદનની તરફેણ માં સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ કમેન્ટ કરી છે. તેમાંથી કોઈકે લખ્યું છે કે, પત્નીને મદદ કરવામાં કંઈ ખોટું નથી તો બીજા કોઈકે લખ્યું છે કે, પોતાના જ ઘરનું કામ કરવામાં કંઈ નાનપ નથી.
રિવાબા ને વખોડતા કરણી સેના એ તેને સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે કરવામાં આવે આવેલું નિવેદન કહ્યું છે. જોકે એનો પ્રત્યુત્તર આપતાં રિવાબા એ કહ્યું કે, 'મારો પતિ ઈન્ટરનેશનલ ખેલાડી છે.મને પ્રસિધ્ધિની કોઈ જરૂર નથી.'
