ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
19 મે 2020
હિઝબુલના કમાન્ડર મુજાહિદીન રિયાઝ નાઈકુને જહન્નમમાં ગયાને હજુ બહુ દિવસો નથી થયા ત્યાંજ આપડા સલામતી દળોએ કાશ્મીરમાં હિઝબુલના અન્ય કમાન્ડર તાહિર અહમદ ભટને જહન્નમમાં મોકલ્યો છે. જો કે આ કામગીરીમાં આપણાં એક સૈનિકનું પણ મોત નીપજ્યું છે.
જમ્મુ-કાશ્મીરના ડૂડા જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં માર્યા ગયેલા બે આતંકીઓમાં તાહિર અહેમદ ભટ પણ હતો. નોંધનીય છે કે જાન્યુઆરીમાં હિજ્બુલ આતંકવાદી હારૂનના મૃત્યુ બાદથી તાહિર ભટ કાશ્મીર ખીણમાં હિજબુલની તમામ પ્રવૃત્તિઓ સંભાળી રહ્યો હતો. સુરક્ષા દળોને બાતમી મળી હતી કે પુલવામાનો રહેવાસી તાહિર ભટ ડોડાના ખોત્રા ગામમાં છુપાયેલો છે. આ પછી આર્મી, સી.આર.પી.એફ, પોલીસ અને એસ.એસ.બી એ સંયુક્ત કાર્યવાહી હાથ ધરી હતી. પ્રથમ સુરક્ષા દળોએ ગામને ઘેરી લીધું હતું. તેઓ આતંકવાદી ને 'જીવતો' પકડવા માંગતા હતાં, પરંતુ એક મકાનમાં છુપાઈને સુરક્ષા દળો પર ફાયરીંગ શરૂ કર્યું. જેના જવાબમાં સુરક્ષા દળોએ પણ ફાયરિંગ કર્યું હતું. તાહિર અહેમદ ભટ અને તેના એક સાથી સાથે લગભગ પાંચ કલાક મુઠભેડ ચાલી હતી. સૂત્રોના કહેવા મુજબ તાહિર ભટ ગયા વર્ષે જ માર્ચ 2019 મા હિઝબુલમાં જોડાયો હતો. ત્યારે બાનીહાલ જિલ્લામાં સીઆરપીએફના કાફલા પર જે આઈ.ઈ.ડી. વપરાયુ હતું તે તાહિર ભટ દ્વારા બનાવવામાં આવી હતી અને ત્યારબાદ જ તેને હિઝબુલમાં કમાન્ડર તરીકે બઢતી આપવામાં આવી હતી..