News Continuous Bureau | Mumbai
દેશમાં વિરોધપક્ષમાં(opposition) એકતાનો અભાવ હોવાનું ફરી એક વખત ઉપ-રાષ્ટ્રપતિ પદની ચૂંટણી(Election of Vice-President) બાદ બહાર આવ્યું છે. વિરોધપક્ષના ઉમેદવાર માર્ગારેટ આલ્વાની(Margaret Alva) હાર નિશ્ચિત હતી. પરંતુ રાષ્ટ્રપતિપદની ચૂંટણી બાદ વિરોધપક્ષમાં એકતા હોવાનું દેખાડી દેવાની સંધી ફરી એક વખત વિરોધપક્ષે ગુમાવી છે.
રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં એનડીએના ઉમેદવાર(NDA Candidate) દ્રૌપદી મુર્મૂને(Draupadi Murmu) આદિવાસી મહિલા હોવાને કારણે અનેક પક્ષોએ મત આપ્યા હતા. પરંતુ ઉપ-રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જગદીપ ધનખડને(Jagdeep Dhankhar) એનડીએની સાથે જ બીજુ જનતા દળ, વાયએસઆ(YSA) કોંગ્રેસ(Congress) જેવા પક્ષોના સાંસદોએ પણ વોટ આપ્યા છે.
આ સમાચાર પણ વાંચો : હવે પાકિસ્તાનના ડોક્ટરો ભારતમાં પ્રેક્ટિસ કરી શકશે- જાણો સરકારની નવી જોગવાઈ
ધનખડ પશ્ચિમ બંગાળના(West Bengal) રાજ્યપાલ(Governor) હતા તેથી તૃણમૂલ કોંગ્રેસના સાંસદ ભલે 36 હોય છતાં મમતા બેનર્જીના(Mamta Banerjee) સાંસદ ઉપ-રાષ્ટ્રપતિ પદની ચૂંટણી થી દૂર રહ્યા હતા. પાર્થ ચેટર્જી(Partha Chatterjee) અને અભિષેક બેનર્જીના(Abhishek Banerjee) વિરુદ્ધમાં કેન્દ્રીય યંત્રણાએ(Central control) કરેલી કાર્યવાહીના વિરુદ્ધમાં તેઓ ચૂંટણીથી દૂર રહ્યા હતા. ઝારખંડ(Jharkhand) મુક્તિ મોર્ચાએ અગાઉ મુર્મૂને મત આપ્યા હતા પણ આ વખતે માર્ગારેટ આલ્વાને મત આપ્યા છતાં તો તેમને રાષ્ટ્રવાદી પક્ષના વિરોધપક્ષના ઉમેદવાર યશવંત સિંહા કરતા ઓછા મત મળ્યા હતા. દ્રોપર્દી મુર્મૂને 540 મત મળ્યા હતા. તો ધનખડને 528 મત મળ્યા હતા. તે પ્રમાણે યશવંત સિંહાને 208 તો આલ્વાને ફક્ત 182 મત મળ્યા હતા.
ઉપરાષ્ટ્રપતિનો રિઝલ્ટ જાહેર થયા બાદ વિરોધપક્ષના ઉમેદવાર માર્ગારેટ આલ્વાએ નારાજગી સામે આવી છે. તેમણે સોશિયલ મીડિયા તેમણે પોતાની નારાજગી પણ જાહેર કરી છે.