ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂના પર્સનલ એકાઉન્ટ પરથી બ્લુ ટિક હટાવીને ફરીથી વેરિફાઇડ કર્યા બાદ ટ્વિટરે એક વધુ મોટું પગલું ભર્યું છે.
ટ્વિટરે આ વખતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંગઠન(આરએસએસ) પ્રમુખ મોહન ભાગવતના ટ્વિટર એકાઉંટ પરથી બ્લૂ ટિક હટાવી દીધુ છે અને તેને અનવેરિફાઈડ કરી નાખ્યુ છે.
ટ્વીટર એકાઉન્ટ બંધ થવાના કેસમાં ટ્વીટર ઈન્ડિયાએ ખુલાસો કરતાં જણાવ્યું છે કે એકાઉન્ટ લાંબો સમય સુધી લોગ ઈન ન થયા હોય એ મામલે બ્લૂટીક હટાવી દેવાયા છે.
ઉલ્લેખનીય છે કે થોડા સમયથી નવા આઈટી નિયમોને લઈને કેન્દ્ર સરકાર અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ ટ્વિટર વચ્ચે વિવાદ છેડાયો છે.
મહારાષ્ટ્ર સરકારનો માસ્ટર સ્ટ્રૉક કે પછી સુપર ફ્લૉપ નિર્ણય; વધુ વિગત જાણો અહીં
