News Continuous Bureau | Mumbai
અગ્નિપથ યોજનાને(Agneepath Yojana) લઈને દેશભરમાં થઈ રહેલા ભારે વિરોધ(Protest) વચ્ચે કેન્દ્ર સરકારે(Central Government) આ યોજનામાં એક મોટો ફેરફાર કર્યો છે.
સંરક્ષણ મંત્રાલયે(Ministry of Defense) ગુરુવારે મોડી રાત્રે અગ્નિપથ યોજના હેઠળ ભરતી(recruitment) માટે મહત્તમ વય મર્યાદા વધારીને 23 વર્ષ કરી છે. જે અંતગર્ત ભરતી માટેની મહત્તમ વય મર્યાદામાં(maximum age limit) બે વર્ષનો વધારો કરાયો છે.
જો કે, યુવાનોને(Youth) સેવાની મહત્તમ ઉંમરમાં બે વર્ષની છૂટનો લાભ માત્ર એક જ વાર મળશે.
એટલે કે, અગ્નિપથ યોજના હેઠળ પ્રથમ વખત યોજાનારી ભરતી પ્રક્રિયામાં 23 વર્ષ સુધીના યુવાનો ભાગ લઈ શકશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, મોદી સરકારે(Modi government) બે દિવસ પહેલા સેનામાં(Army) ભરતી માટે આ યોજનાની જાહેરાત કરી હતી પરંતુ દેશના યુવાનો આ યોજના વિરુદ્ધ રસ્તા પર ઉતરી આવ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : અટકળો પર પૂર્ણવિરામ-નરેશ પટેલ નહીં જોડાય રાજકારણમાં- આ પ્રોજેક્ટને વધારશે આગળ