ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
4 જુન 2020
લદાખ ખાતેની ગાલવાં ઘાટીમાં ભારત અને ચીનની સેનાઓ થોડી થોડી પાછળ હટવા સહમત થઈ છે. જાણવા મળ્યા મુજબ ચીની સેનાએ શાનમાં સમજી જઈને સરહદ થી બે કિલોમીટર અને ભારતીય સેનાએ એક કિલોમીટર પીછેહઠ કરી છે. ગળવાન ઘાટીના ફિંગર ફોર ક્ષેત્રમાં ભારત અને ચીનની સેનાઓ વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી તણાવ વધ્યો હતો. જે માટે અહીંનું પૈગોંગ ક્ષેત્ર સૌથી વધુ વિવાદાસ્પદ રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે લદાખના સરહદી ક્ષેત્રમાં ચીની સેના પોતાનો દમ દેખાડવા પ્રયત્ન કરી રહી છે, સામે ભારતીય સેના મક્કમતાથી એનો સામનો કરી રહી છે. હવે લદ્દાખ સીમા નજીક બે દેશો વચ્ચે તણાવ જોતાં 6 જૂને સેનાના લેફ્ટનન્ટ જનરલ રેંકના અધિકારી વાતચીતમાં ભાગ લેશે. આ બેઠક ખૂબ જ મહત્વની છે કારણ કે ભારત તરફથી લેહ ખાતેની 14 કોર્પ કમાન્ડરનું ડેલિગેશન આ બેઠકને લીડ કરશે. જે ચીને ઊભા કરેલા સરહદી સંકટને ટાળશે તેવી આશા સેવાઈ રહી છે..