603
Join Our WhatsApp Community
લોકસભાના 540 સભ્યોમાંથી, લગભગ 403 સભ્યોએ સંસદના ચોમાસા સત્ર પહેલાં કોરોના રસીના બંને ડોઝ લીધા છે.
ભારતીય સંસદના એક ઉચ્ચ અધિકારીએ કહ્યું કે કેટલાક સાંસદો હજુ સુધી તેમનો બીજો ડોઝ લઈ શક્યા નથી, કારણ કે તેઓને પ્રથમ ડોઝ લીધા બાદ કોરોનાનો ચેપ લાગ્યો હતો.
અન્ય 30 સાંસદોએ અમને કોઈ માહિતી મોકલી નથી. જોકે અમે તેમની રસીકરણની સ્થિતિ જાણવા માટે સતત તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.
ઉલ્લેખનીય છે કે માર્ચ 2020થી સંસદ સત્રને મહામારીની અસર થઈ છે, ગયા વર્ષના બજેટ અને ચોમાસું સત્રને વહેલી તકે બોલાવવાની ફરજ પડી હતી.
આ વર્ષે કોરોનાની બીજી લહેરના કારણે બજેટ સત્ર રદ કરવું પડ્યું હતું. એ જ સમયે, જાહેર આરોગ્ય સંકટને કારણે 2020 નું શિયાળુ સત્ર સંપૂર્ણપણે રદ કરાયું આવ્યું હતું.
You Might Be Interested In