Ahmedabad Railway Division: મિશન ઝીરો સ્ક્રેપ હેઠળ અમદાવાદ મંડળે સ્ક્રેપ વેચાણમાં 60 કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો

પશ્ચિમ રેલ્વેના અમદાવાદ મંડળે ‘મિશન જીરો સ્ક્રેપ’ અંતર્ગત નોંધપાત્ર સિદ્ધિ પ્રાપ્ત કરતાં નાણાકીય વર્ષ 2025–26 દરમિયાન અત્યાર સુધી ₹61.53 કરોડ મૂલ્યની સ્ક્રેપ સામગ્રીનું નિપટાન કરવામાં આવ્યું છે

Ahmedabad Railway Division મિશન ઝીરો સ્ક્રેપ હેઠળ અમદાવાદ મંડળે સ્ક્રેપ વેચાણમાં 60 કરોડ રૂપિયાનો

Ahmedabad Railway Division પશ્ચિમ રેલ્વેના અમદાવાદ મંડળે ‘મિશન જીરો સ્ક્રેપ’ અંતર્ગત નોંધપાત્ર સિદ્ધિ પ્રાપ્ત કરતાં નાણાકીય વર્ષ 2025–26 દરમિયાન અત્યાર સુધી ₹61.53 કરોડ મૂલ્યની સ્ક્રેપ સામગ્રીનું નિપટાન કરવામાં આવ્યું છે. આ સિદ્ધિ ‘મિશન જીરો સ્ક્રેપ’ હેઠળ અમદાવાદ મંડળની તેની તમામ સ્થાપનાઓ અને એકમોને સ્ક્રેપ-મુક્ત બનાવવાની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ દર્શાવે છે.

રેલવે પ્રશાસન દ્વારા બિનઉપયોગી, પરિત્યક્ત અને અપ્રચલિત સામગ્રીના સુવ્યવસ્થિત નિપટાન દ્વારા માત્ર આવક જ પ્રાપ્ત કરવામાં આવી રહી નથી, પરંતુ સંપત્તિઓનું અસરકારક સંચાલન તેમજ સ્વચ્છ પરિસર પણ સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે.

અમદાવાદ મંડળ દ્વારા વિવિધ પ્રકારની સ્ક્રેપ સામગ્રીની વેચાણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે, જેમાં સ્ક્રેપ રેલ, અન્ય પી-વે (P-Way) સામગ્રી/સ્લીપર, માઇલ્ડ સ્ટીલ અને કાસ્ટ આયર્ન સ્ક્રેપ, સ્ક્રેપ બેટરીઓ, પ્લાસ્ટિક સામગ્રી, કચરો કાગળ, સ્ક્રેપ લાકડું તેમજ તાંબું, એલ્યુમિનિયમ અને પિત્તળ જેવી અલૌહ ધાતુ સ્ક્રેપનો સમાવેશ થાય છે.તે ઉપરાંત, પરિત્યક્ત કોચ, વેગન અને લોકોમોટિવ પણ નિયમો મુજબ વેચવામાં આવી રહ્યા છે.

મિશન જીરો સ્ક્રેપ’ અંતર્ગત પ્રાપ્ત આ સિદ્ધિ અમદાવાદ મંડળના કુશળ સંપત્તિ સંચાલન, સુધારેલી હાઉસકીપિંગ વ્યવસ્થા તેમજ સ્ક્રેપ સામગ્રીની સમયસર ઓળખ અને નિપટાન દ્વારા સંસાધનોના શ્રેષ્ઠ ઉપયોગ માટેના સતત પ્રયત્નોને દર્શાવે છે.
******

Join Our WhatsApp Community
Vrindavan Boat Tragedy:વૃંદાવનમાં યમુના નદીમાં મોટી હોનારત, ૧૦ શ્રદ્ધાળુઓના મોત, રેસ્ક્યૂ ઓપરેશન હજુ પણ યથાવત.
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
India Qatar LNG Supply: કતારથી ભારત આવશે LNG ટેન્કર, રસોઈ ગેસની અછતને પહોંચી વળવા માસ્ટર પ્લાન તૈયાર.
Monalisa Viral Girl:મોનાલિસા નીકળી સગીર! ફરમાન વિરુદ્ધ ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ, કોઈપણ ક્ષણે થઈ શકે છે ધરપકડ
Exit mobile version