Ahmedabad plane crash: ઘી કાંટાની મોટી હમામ પોળ ગણેશોત્સવમાં અમદાવાદ પ્લેન ક્રેશ કરૂણાંતિકાના હતભાગીઓને શ્રદ્ધાંજલી આપવાનો સ્તુત્ય પ્રયાસ

Ahmedabad plane crash: પ્લેન ક્રેશ દુર્ઘટનામાં રાજ્ય અને કેન્દ્ર સરકાર તથા પ્રાઇવેટ સંસ્થાઓની સેવાભાવી કામગીરીને ગણેશ પંડાલમાં થીમ સ્વરૂપે બિરદાવાઈ

Ahmedabad plane crash

News Continuous Bureau | Mumbai 
Ahmedabad plane crash ગત ૧૨મી માર્ચના રોજ અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં સર્જાયેલી એર ઈન્ડિયા પ્લેન ક્રેશ દુર્ઘટનાએ સૌ કોઈને હચમચાવી મૂક્યા હતા. આ કરુણાંતિકાના પડઘા વિશ્વભરમાં પડ્યા હતા. રાજ્ય અને કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોએ સતત ખડેપગે રહીને રેસ્ક્યુ, રાહત, બચાવ સહિત પાર્થિવ દેહોને સ્વજનોને માનભેર પહોંચાડવા માટે સતતપણે કામગીરી કરી હતી. ઘણી સામાજિક સંસ્થાઓ, ચેરિટેબલ ટ્રસ્ટ તથા પ્રાઇવેટ સામાજિક, રાજકીય સંસ્થાઓએ પણ આ કપરા સમયમાં ખડેપગે રહીને કામગીરી કરી હતી.

Ahmedabad plane crash

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Vikram 3201: જાણો શું છે વિક્રમ 3201? સેમિકોન ઈન્ડિયા 2025 કાર્યક્રમમાં કરવામાં આવ્યું તેનું અનાવરણ

અમદાવાદ પ્લેન ક્રેશ કરૂણાંતિકાના હતભાગીઓને શ્રદ્ધાંજલી આપવા અને રાજ્ય અને કેન્દ્ર સરકાર તથા પ્રાઇવેટ સંસ્થાઓની સેવાભાવી કામગીરીને બિરદાવવાના ઉમદા ઉદ્દેશ સાથે ઘી કાંટાની મોટી હમામ પોળમાં ઉજવાતા ગણેશોત્સવમાં ગણેશ પંડાલને વિશીષ્ટ થીમમાં સજાવવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગ, મીડિયા, ફાયર, પોલીસ, વહીવટી તંત્ર સહિતના વિભાગોની કામગીરીને આ થીમમાં આવરી લેવામાં આવી છે. શ્રી ગણેશના દર્શનાર્થે આવતા ભાવિ ભક્તો દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપીને આવી દુર્ઘટના ફરી ક્યારેય ન સર્જાય એ માટે પ્રભુને પ્રાર્થે છે.

Tejas Mk1A: ભારતીય વાયુસેના માટે ગૌરવની ક્ષણ: તેજસ Mk1A ની પ્રથમ ઉડાન સફળ, સ્વદેશી ફાઇટર જેટની બોલબાલા
Tinsukia: આસામના તિનસુકિયામાં આર્મી કેમ્પ પર મોટો આતંકી હુમલો: ગોળીબારમાં આટલા જવાન થયા ઘાયલ
Bank Holidays: બેંક જતાં પહેલા ચેક કરો, 17થી 23 ઓક્ટોબરની વચ્ચે ક્યારે-ક્યારે છે રજા? જુઓ રાજ્યવાર બેંક રજાઓની સંપૂર્ણ યાદી
Bihar Elections 2025: નીતિશ કુમારના મુખ્યમંત્રી પદ પર સસ્પેન્સ: ભાજપના ‘ડબલ સિગ્નલ’થી બિહારની રાજનીતિમાં મોટી હલચલ
Exit mobile version