News Continuous Bureau | Mumbai
AI Cyber Attacks Threat દેશની બેંકિંગ પ્રણાલી અને નાણાકીય સંસ્થાઓ પર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત સાયબર હુમલાઓનું જોખમ ઝડપથી વધી રહ્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળના ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટરની (I4C) નેશનલ સાયબરક્રાઈમ થ્રેટ એનાલિસિસ યુનિટ અને ઇલેક્ટ્રોનિક્સ તેમજ આઈટી મંત્રાલયની CERTIn દ્વારા તમામ બેંકો, નોનબેંકિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ (NBFCs) અને ફિનટેક સંસ્થાઓને સાવચેત કરતી ગંભીર એડવાઈઝરી (Advisory) જારી કરવામાં આવી છે. તપાસ એજન્સીઓએ પકડી પાડેલા નવા ટ્રેન્ડ અનુસાર, સાયબર ગુનેગારો આધુનિક AI એજન્ટો અને એપીઆઈ (API) ની નબળાઈઓનો દુરુપયોગ કરીને પલકવારમાં કરોડો રૂપિયાના અનધિકૃત ટ્રાન્ઝેક્શન્સ પાર પાડી રહ્યા છે.
AI Cyber Attacks Threat – એજન્ટિક AI ફ્રેમવર્ક અને મશીનની ઝડપે થતી છેતરપિંડી
સાયબર સુરક્ષા નિષ્ણાતોના મતે, હુમલાખોરો એવા જૂના સોફ્ટવેર અને સર્વર્સને નિશાન બનાવે છે જે લાંબા સમયથી અપડેટ કે સુરક્ષિત કરવામાં આવ્યા નથી. ગ્રાહક ફરિયાદ પોર્ટલ કે સિસ્ટમની નાની ખામી શોધીને હેકર્સ ઓટોમેટેડ ફંડ વિતરણ વ્યવસ્થા અને એપીઆઈ (Application Programming Interface) માં ઘૂસણખોરી કરે છે. આ સમગ્ર પ્રક્રિયામાં ‘એજન્ટિક એઆઈ ફ્રેમવર્ક’ (Agentic AI Framework) નો ઉપયોગ કરવામાં આવે છે, જેના કારણે માણસ વિચારે તે પહેલાં મશીનની અતિ ઝડપે કરોડો રૂપિયા ‘મ્યુલ’ બેંક ખાતાઓમાં (Mule Accounts) ટ્રાન્સફર થઈ જાય છે. ત્યારબાદ તુરંત IMPS કે NEFT મારફતે નાણાં ઉપાડી લેવાય છે અને ડિજિટલ પુરાવાઓ ભૂંસી નાખવામાં આવે છે.
AI Cyber Attacks Threat – દૈનિક અને ટ્રાન્ઝેક્શન મર્યાદા બાંધવા તેમજ ૬ કલાકમાં રિપોર્ટિંગના આદેશ
આ ખતરનાક સાયબર હુમલાઓને ડામવા માટે સરકારે નાણાકીય સંસ્થાઓ માટે કડક સુરક્ષા માપદંડો નિર્ધારિત કર્યા છે. બેંકો અને NBFCs ને દરરોજ અને પ્રત્યેક ટ્રાન્ઝેક્શન પર ચોક્કસ મર્યાદા (Transaction Limits) બાંધવા આદેશ કરાયો છે. લાભાર્થીના ખાતાની સંપૂર્ણ કેવાયસી (KYC) અને ચકાસણી પૂર્ણ થયા વિના મોટા ફંડ ટ્રાન્સફર પર તુરંત અવરોધ ઊભો કરવાની સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત કોઈ પણ સાયબર ઘૂસણખોરી કે શંકાસ્પદ વ્યવહાર સામે આવે તેના ૬ કલાકની અંદર CERT-In અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના (RBI) ‘દક્ષ’ (DAKSH) પોર્ટલ પર ફરજિયાતપણે રિપોર્ટિંગ કરવાનો નિર્દેશ અપાયો છે.
AI Cyber Attacks Threat – બિનઉપયોગી API બંધ કરવા અને રેડ-ટીમ અભ્યાસ હાથ ધરવા તાકીદ
એડવાઈઝરીમાં બેંકોની સીઆઈએસઓ (CISO) ટીમ અને આઈટી ટીમને સંયુક્ત રીતે કામ કરી તમામ ડિજિટલ ઇન્ટરફેસની તાકીદે સુરક્ષા ઓડિટ કરવાની સૂચના અપાઈ છે. જૂની, બિનજરૂરી કે ટેસ્ટિંગ માટે વપરાતી તમામ અનધિકૃત એપીઆઈને તુરંત બંધ કરવા જણાવાયું છે. નાણાકીય સંસ્થાઓને એવી ‘રેડ-ટીમ’ કવાયતો (Red-Team Exercises) હાથ ધરવા કહેવાયું છે જે મશીનની ગતિએ થતા હુમલાઓનું સિમ્યુલેશન કરી સુરક્ષા પ્રણાલીની ક્ષમતા ચકાસી શકે. સાયબર કટોકટી વખતે ભંડોળને તાત્કાલિક સ્થગિત (Freeze) કરી શકાય તે માટે I4C ના સંકલન પોર્ટલ સાથે કનેક્ટ રહેવા નાણાકીય સંસ્થાઓને તાકીદ કરવામાં આવી છે.
👉 આ સમાચાર વાચો:
Sonam Wangchuk School Closure Notice સોનમ વાંગચુકની શાળા બંધ કરવા લદ્દાખ પ્રશાસનની નોટિસ અભિજીત દીપકેએ સરકાર પર સાધ્યું નિશાન