News Continuous Bureau | Mumbai
AI in India AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એક ખૂબ જ શક્તિશાળી ટેક્નોલોજી છે. તે આવનારા વર્ષોમાં આપણા જીવનમાં મોટા ફેરફારો લાવશે. જે રીતે વીજળી, ફોન કે ઇન્ટરનેટે ક્રાંતિ લાવી, તે જ રીતે AI લગભગ દરેક ક્ષેત્રમાં આપણું કામ કરવાની રીત વધુ સારી અને ઝડપી બનાવશે.
હાલ દરેક વ્યક્તિના મનમાં અમેરિકાએ એક ‘ડર’ અને ‘હાઇપ’ પેદા કર્યો છે.
AIની શરૂઆતમાં, અમેરિકાની મોટી કંપનીઓ અને સરકારે તેને એવું બતાવવાનો પ્રયાસ કર્યો કે AI માત્ર મોટા પૈસાના રોકાણનો વિષય છે, બુદ્ધિનો નહીં. ખૂબ જ મોંઘા કમ્પ્યુટર સાધનો (hardware), ટ્રિલિયન ડોલરના મોડેલો, ખર્ચાળ ટોકનોલોજી વગેરેની વાતો ફેલાવવામાં આવી. જોકે, હવે સાબિત થઈ ગયું છે કે હંમેશ મુજબ આ તમામ વિગતો એક પ્રકારનું ડર અને આશ્ચર્ય (Hype & Shock) પેદા કરવાનો પ્રયત્ન હતો (જેનો ઉપયોગ અમેરિકા હરહંમેશ કરતુ આવ્યું છે). અમેરિકા આવા કેમ્પેઈનનો ઉપયોગ નાની કંપનીઓ અને નાના દેશોને નવી ટેક્નોલોજીથી દૂર રાખવા માટે કરે છે.
આ સાથે જ, છેલ્લા 3 વર્ષમાં એવું વારંવાર કહેવામાં આવ્યું કે ચીન એક દુશ્મન દેશ છે અને તેમની પાસે પણ AIની ક્ષમતા છે, જે તેમણે સરકારી સપોર્ટથી બનાવી છે. તેમજ ભારત જેવા દેશોને AIની રેસમાં પાછળ ગણવામાં આવ્યા, કારણ કે ભારત ન તો અમેરિકાની જેમ ટ્રિલિયન ડૉલર ખર્ચી શકે, ન તો ચીનની જેમ સરકાર દ્વારા સીધું રોકાણ કરાવી શકે.
પણ વાસ્તવિકતા કંઈક અલગ છે. AI હવે બધા માટે સરળ અને સસ્તું બનશે
સમયની સાથે સાબિત થઈ રહ્યું છે કે AIનું ક્ષેત્ર ઝડપથી બદલાઈ રહ્યું છે. આ ટેક્નોલોજી હવે વધુ વિકસીત થઈ રહી છે. જેમ જેમ ટેક્નોલોજી સામાન્ય લોકો સુધી પહોંચે છે, તેમ તેમ તેનો ખર્ચ ઘટતો જાય છે. AI ટેક્નોલોજીના ફેરફારો એટલી ઝડપથી આવી રહ્યા છે કે કોઈ એક દેશ કે કંપની તેને રોકી કે નિયંત્રિત કરી શકતી નથી.
છેલ્લા કેટલાક અઠવાડિયામાં એ સાબિત થયું છે કે ચીન અને અન્ય દેશોના સેંકડો નવા AI મોડેલો (જેને ‘ઓપન-વેઇટ’ કહેવાય છે) એટલા જ અસરકારક છે જેટલા અમેરિકાના છે. આ ઉપરાંત આ મોડેલો માટે અમેરિક દ્વારા કહેવામાં આવેલા મોટા અને મોંઘા કમ્પ્યુટર પાવરની જરૂર નથી.
ભારત સૌથી મોટો વિજેતા બની શકે છે
આનો સૌથી મોટો ફાયદો ભારત જેવા ઉપયોગકર્તા (User) દેશોને થશે.
વિચારો, ભારતે છેલ્લા 60 વર્ષમાં કમ્પ્યુટર ચિપ્સ, કોમ્પ્યુટર ભાષાઓ કે નેટવર્ક સાધનોની શોધ નથી કરી. તેમ છતાં, ભારત આજે વિશ્વમાં IT (ઇન્ફોર્મેશન ટેક્નોલોજી) ક્ષેત્રનો એક મોટો વિજેતા છે. કારણ કે આપણે ટેક્નોલોજીને ઝડપથી અપનાવવામાં માહેર છીએ.
મને પૂરો વિશ્વાસ છે કે આગામી 20-30 વર્ષમાં AIની રેસમાં ભારત સૌથી મોટો વિજેતા બની શકે છે. કારણ કે આપણે નવી ટેક્નોલોજીને ઝડપથી અપનાવી લઈએ છીએ.
આ માટે, ભારતીય નીતિ બનાવનારાઓ, સંસ્થાઓ અને દરેક વ્યક્તિએ સખત મહેનત કરવી પડશે, સાથે મળીને કામ કરવું પડશે અને આ ઝડપથી બદલાતી તકનો સર્વશ્રેષ્ઠ લાભ લેવો પડશે.
આ સમાચાર પણ વાંચો : Mali Terrorism: મોટો ખતરો,માલીમાં અલ-કાયદા અને ISISની આડમાં આતંકવાદીઓએ ૫ ભારતીય કામદારોનું અપહરણ કર્યું.
હવે આગળ શું? જવાબ છે રોબોટિક્સ…
AI પછીની આગામી મોટી સ્પર્ધા રોબોટિક્સની છે, જે અત્યારે અમેરિકા અને ચીન વચ્ચે શરૂ થઈ રહી છે. આપણે આ નવી રેસ માટે કેવી રીતે તૈયાર થઈ શકીએ? અને રોબોટિક્સને AI સાથે જોડીને આપણે કેવી રીતે સૌથી મોટા લાભાર્થી બની શકીએ? તેના પર હવે આપણે વિચારવાનું શરૂ કરી દેવું પડશે.
