Site icon

AI market : 2027 સુધીમાં ભારત (India) નો AI માર્કેટ ત્રણગણો થઈ $17 બિલિયન સુધી પહોંચશે: BCG રિપોર્ટ

AI market : ડેટા સેન્ટર્સ, AI સ્ટાર્ટઅપ્સ અને સરકારની નીતિઓ ભારતને બનાવશે વૈશ્વિક AI હબ

AI market India's AI market to triple by 2027, reaching $17 billion BCG Report

AI market India's AI market to triple by 2027, reaching $17 billion BCG Report

News Continuous Bureau | Mumbai

AI market : બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રુપ (BCG) ની તાજેતરની રિપોર્ટ અનુસાર, ભારત (India) નો કૃત્રિમ બુદ્ધિ (AI) માર્કેટ 2027 સુધીમાં ત્રણગણો થઈને $17 બિલિયન સુધી પહોંચી શકે છે. આ વૃદ્ધિ પાછળનું મુખ્ય કારણ છે ઉદ્યોગોમાં ટેક્નોલોજીનું વધતું રોકાણ, ડિજિટલ ઈકોસિસ્ટમ અને AI ક્ષેત્રે કુશળ વ્યાવસાયિકોની ઉપલબ્ધિ.

Join Our WhatsApp Community

AI market : વૃદ્ધિ ( Growth ) માટે તૈયાર છે ભારત (India) 

રિપોર્ટ મુજબ, ભારતમાં હાલમાં 600,000થી વધુ AI પ્રોફેશનલ્સ, 70 કરોડ ઈન્ટરનેટ યૂઝર્સ અને 2,000થી વધુ AI સ્ટાર્ટઅપ્સ છે. આ બધું મળીને ભારતને વિશ્વના સૌથી ઝડપી વિકસતા AI બજારોમાં સ્થાન અપાવે છે.

AI market : ઇન્ફ્રાસ્ટ્રક્ચર( Infrastructure ) મજબૂત કરવા 45 નવા ડેટા સેન્ટર્સ

2025 સુધીમાં ભારત 45 નવા ડેટા સેન્ટર્સ ઉમેરવાની યોજના ધરાવે છે, જે 1,015 મેગાવોટ ક્ષમતા વધારશે. હાલના 152 ડેટા સેન્ટર્સ સાથે મળીને આ ડિજિટલ ઈકોસિસ્ટમને વધુ મજબૂત બનાવશે.

આ સમાચાર પણ વાંચો :  

AI market :ઇન્ડિયાAI ( IndiaAI ) પહેલથી વૈશ્વિક સ્તરે દાવેદારી

સરકારની IndiaAI પહેલ હેઠળ ₹10,000 કરોડથી વધુના ફંડ સાથે રાષ્ટ્રીય AI કમ્પ્યુટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં આવશે. આ હેઠળ 10,000થી વધુ GPU ઉપલબ્ધ કરાવવામાં આવશે, જે AI મોડલ ટ્રેનિંગ અને સંશોધન માટે ઉપયોગી થશે.

 

Badrinath-Kedarnath Entry Rules: બદરીનાથ અને કેદારનાથ ધામમાં બિન-હિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધની જાહેરાત, જાણો મંદિર સમિતિએ કેમ લીધો આ કડક નિર્ણય
Republic Day 2026: આકાશી આફતથી લઈને જમીની હુમલા સુધી ભારત સજ્જ: દિલ્હીમાં લોખંડી બંદોબસ્ત; ચિલ્લા બોર્ડર પર દરેક વાહનનું થશે ચેકિંગ.
Republic Day Security: ૨૬ જાન્યુઆરીએ દહેશત ફેલાવવાનું પાકિસ્તાની કાવતરું નિષ્ફળ; ૨.૫ કિલો RDX સાથે ૪ આતંકીની ધરપકડથી ખળભળાટ.
Faridabad Horror: જે હાથોએ દીકરીને પકડતા શીખવ્યું, તે જ હાથોએ જીવ લીધો! એકડા લખવામાં ભૂલ પડતા પિતાએ ૪ વર્ષની બાળકીને મોતના ઘાટ ઉતારી.
Exit mobile version