News Continuous Bureau | Mumbai
ભારત દુનિયાની નવી ‘AI રાજધાની’ બનવા તરફ ડગ માંડી રહ્યું છે. 16 થી 20 ફેબ્રુઆરી દરમિયાન નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ‘ઈન્ડિયા AI ઈમ્પેક્ટ સમિટ 2026’ નું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે. આ સમિટમાં ગૂગલના સુંદર પિચાઈ, ઓપનએઆઈના (OpenAI) સેમ ઓલ્ટમેન અને એનવીડિયાના જેન્સન હુઆંગ જેવા ટેક જગતના દિગ્ગજો એક મંચ પર જોવા મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19 ફેબ્રુઆરીએ આ સમિટને સંબોધિત કરશે. આ સમિટ માત્ર એક કોન્ફરન્સ નથી, પરંતુ ટેકનોલોજીના ક્ષેત્રમાં ભારતની વધતી તાકાતનું પ્રદર્શન છે. આ સમિટમાં 15-20 દેશોના રાષ્ટ્રાધ્યક્ષો અને 50 થી વધુ દેશોના મંત્રીઓ ભાગ લેશે. ભારત પાસે વિશ્વનો બીજો સૌથી મોટો AI વર્કફોર્સ છે અને આ સમિટ દ્વારા હેલ્થ, એગ્રીકલ્ચર અને એજ્યુકેશન જેવા ક્ષેત્રોમાં AI ના ઉપયોગ માટેનો રોડમેપ તૈયાર કરવામાં આવશે.
3 સૂત્ર અને 7 ચક્રો પર આધારિત હશે આયોજન
સમિટનું માળખું ભારતીય દર્શન અને આધુનિક ટેકનોલોજીના સંગમ સમાન છે. તેને ત્રણ મુખ્ય સ્તંભો (Sutras) – People, Planet અને Progress માં વહેંચવામાં આવ્યું છે. આ ઉપરાંત, 7 કાર્યકારી જૂથો એટલે કે ‘ચક્રો’ (Chakras) બનાવવામાં આવ્યા છે, જે AI સુરક્ષા, સ્કેલિંગ, સર્વસમાવેશકતા અને આર્થિક વૃદ્ધિ જેવા વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરશે. 17 ફેબ્રુઆરીએ સરકાર ‘AI કમ્પેન્ડિયમ’ જાહેર કરશે, જેમાં વિવિધ ક્ષેત્રોમાં AI ના સફળ ઉપયોગની કેસ સ્ટડીઝ હશે.
આ સમાચાર પણ વાંચો : PMO New Office: સાઉથ બ્લોકનો યુગ પૂર્ણ, હવે ‘સેવા તીર્થ’ થી લખાશે નવા ભારતનો ઇતિહાસ! પીએમ મોદીના નવા ઓફિસની 5 મોટી ખાસિયતો જાણો.
યુવાનો અને મહિલાઓ માટે ₹2.50 કરોડ સુધીના ઈનામો
આ સમિટમાં માત્ર ચર્ચાઓ જ નહીં, પરંતુ પ્રતિભાને પણ પ્રોત્સાહન આપવામાં આવશે. ‘AI for ALL’ અને ‘AI by HER’ હેઠળ ઉત્કૃષ્ટ ઈનોવેશન માટે ₹2.50 કરોડ સુધીના ઈનામો આપવામાં આવશે. આ ઉપરાંત, 13 થી 21 વર્ષના યુવાનો માટે ‘YUVAi’ કાર્યક્રમ હેઠળ ₹85 લાખના પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. શાળાના બાળકો માટે ‘ઈન્ડિયા AI ટિંકરપ્રેન્યોર’ હેઠળ વિશેષ બૂટકેમ્પનું પણ આયોજન કરવામાં આવશે.
શા માટે ભારત પર છે દુનિયાની નજર?
દુનિયાનો અંદાજે 20% ડેટા એકલું ભારત પૂરું પાડે છે. ભારતમાં 700 મિલિયનથી વધુ ઈન્ટરનેટ યુઝર્સહોવાથી મોટી ટેક કંપનીઓ માટે ભારત એક મોટું માર્કેટ અને ટેસ્ટિંગ ગ્રાઉન્ડ છે. એન્થ્રોપિકઅને ઓપનએઆઈ જેવી કંપનીઓ ભારતમાં પોતાની ટીમો તૈયાર કરી રહી છે. 70,000 ચોરસ મીટરમાં ફેલાયેલા આ એક્સપોમાં 30 દેશોના 300 થી વધુ પ્રદર્શકો ભવિષ્યની ટેકનોલોજીનું લાઈવ ડેમો બતાવશે.