News Continuous Bureau | Mumbai
Air India : એર ઈન્ડિયાની ફ્લાઈટમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. કાલિકટથી મુંબઈ જઈ રહેલી એક મુસાફરે ( passenger ) ફરિયાદ કરી છે કે ફ્લાઇટમાં તેને વેજ મીલમાં ચિકનના ટુકડા ( Chicken pieces ) મળી આવતા મુસાફરે આ મામલે ઉડ્ડયન કંપની એર ઈન્ડિયામાં ફરિયાદ નોંધાવી છે. સોશિયલ મીડિયા પર તેના પીએનઆર નંબર સહિત ફૂડની તસવીરો અને અન્ય માહિતી પણ શેર કરી છે.
On my @airindia flight AI582, I was served a veg meal with chicken pieces in it! I boarded the flight from Calicut airport. This was a flight that was supposed to take off at 18:40PM but left the airport at 19:40PM.
Details-
AI582
PNR- 6NZK9R
Seats- 10E, 10F#AirIndia pic.twitter.com/LlyK6ywleB— Veera Jain (@VeeraJain) January 9, 2024
વીરા જૈને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું હતું કે મેં કાલિકટ એરપોર્ટથી ( Calicut Airport ) ફ્લાઇટ લીધી હતી. મારી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI 582 પર મે વેજ ફુડ ( Veg food ) મંગાવ્યું હતુ. જેમાં મને ફુડ પીરસવામાં આવ્યું ત્યારે તેમાં,મને મારા વેજ ફુડમાંથી ચિકનના ટુકડા મળી આવ્યા હતા. આ સાથે તેણે ફ્લાઈટ નંબર, પીએનઆર અને સીટ નંબર પણ શેર કર્યો હતો.
એક અહેવાલ મુજબ, વીરાએ આ વાતની જાણ કેબિન સુપરવાઈઝરને કરી હતી, જેમાં કેબિન સુપરવાઈઝરે આ અંગે તેની માફી પણ માંગી હતી. સુપરવાઈઝરે ફરિયાદીને કહ્યું હતું કે તેને આ અંગે અગાઉ પણ ફરિયાદો મળી છે. વીરા જૈને આ બાબતે નિરાશા વ્યક્ત કરી હતી. જૈને વધુમાં કહ્યું હતું કે મને નોન-વેજ ફૂડ પીરસવામાં આવ્યું હોવાથી, મારી ભાવનાઓને ઠેસ પહોંચાડવામાં આવી છે.
શું છે આ મામલો..
આ ઘટનામાં ફરિયાદી મુસાફરે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું કે , પહેલા મારી ફ્લાઈટ મોડી પડી. પછી વેજ ફૂડમાં મને ચિકનના ટુકડા મળ્યા. આ તદ્દન નિરાશાજનક છે. આનાથી મારી લાગણીઓને ઠેસ પહોંચી છે. તેમણે એર ઈન્ડિયાને કેટરિંગ સેવા પર પગલાં લેવાની અપીલ કરી છે. તેણીએ કહ્યું, હું અન્ય મુસાફરોને પણ સલાહ આપવા માંગુ છું કે તેઓ ફ્લાઇટમાં કંઈપણ ખાતા પહેલા તપાસ કરે. નોન-વેજ ફૂડ પીરસ્યા પછી મારો એરલાઇન કંપનીઓ પરથી વિશ્વાસ ઉઠી ગયો છે.
આ સમાચાર પણ વાંચો : Mumbai: કાંદિવલીના આ વિસ્તારને મળશે તેનો પહેલો ફુટ ઓવર બ્રિજ…. હવે ટ્રાફિકમાં મળશે રાહત..
વીરા જૈને પોતાના ટ્વીટમાં DGCA અને કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને ( Jyotiraditya Scindia ) પણ ટેગ કર્યા છે અને આ મામલે કાર્યવાહી કરવાની માંગ કરી છે. એર ઈન્ડિયાએ પણ વીરા જૈનની ફરિયાદનો જવાબ આપ્યો છે. એર ઈન્ડિયાએ વીરા જૈનને ટ્વિટ દ્વારા કરવામાં આવેલી ફરિયાદને દૂર કરવા અને તેમને મેસેજ કરીને મામલાની જાણકારી આપવા અપીલ કરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, એર ઈન્ડિયાએ એક મેસેજ દ્વારા વીરા જૈનની માફી માંગી છે. વીરાએ કહ્યું કે તેણે ઉઠાવેલા મુદ્દા માટે માત્ર મેસેજ દ્વારા માફી માંગી હતી. મને સમજાતું નથી કે તેઓ કેવી રીતે સમજી શકતા નથી કે આ લાગણીઓને ઠેસ પહોંચાડવાનો કેસ છે. કલ્પના કરો કે ફ્લાઇટ બુક કરતી વખતે ચૂકવણી ન કરો અને પછી તેના માટે સતત માફી માગો તો એરલાઈન્સ શું મારી માફી સ્વીકારી લેત..