ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
16 જુલાઈ 2020
એસ ઇન્ડિયા તેના કર્મચારીઓને 6 મહિનાથી લઇને 60 મહિના સુધી વેતન વિના મોકલવાની તૈયારી કરી રહ્યું છે અને આની જરૂરી પરવાનગી પણ મળી ગઈ છે. બોર્ડ, ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તેમજ એર ઇન્ડિયાના કેટલાક વધારાના સ્ટાફને પગાર વિના પાંચ વર્ષ સુધી રજા પર મોકલવાની ભલામણ કરી રહ્યું છે. આ મુદત પ્રથમ છ મહિનાથી લઈને બે વર્ષની રહેશે. ત્યાર બાદ જરૂર જણાય તો બે વર્ષથી લઈને પાંચ વર્ષ સુધી લંબાવી શકાય છે, એમ સત્તાવાર આદેશમાં જણાવાયું છે. એરલાઇન્સ આ યોજના હાલની કટોકટીને પહોંચી વળવા અને વધારાના ખર્ચા ઘટાડવા માટે લાવી છે.
આદેશમાં કહેવામાં આવ્યું છે કે, "મેનેજમેન્ટને કોઈપણ કર્મચારીનું મૂલ્યાંકન કરવાનો અને એરલાઇનની જરૂરિયાત, આરોગ્ય અને યોગ્યતાના આધારે અવેતન રજા પર મોકલવાનો અધિકાર છે." દરેકના કાર્યનું મૂલ્યાંકન કર્યાં પછી, અવેતન રજા પર મોકલવા માટેની કર્મચારીઓની સૂચિ તૈયાર થશે. આ સૂચિ પર સીએમડીની મંજૂરી બાદ કર્મચારીઓને અવેતન રજા પર મોકલવામાં આવશે.
ખાતાકીય વડાઓને 15 ઓગસ્ટ સુધીમાં આ યાદી એર ઈન્ડિયાના સીએમડીને મોકલવા કહેવાયું છે. એર ઇન્ડિયામાં લગભગ 13 હજાર કાયમી કર્મચારી છે, તેમના ઉપર માસિક 230 કરોડ રૂપિયા પગાર ખર્ચવામાં આવે છે. કંપની બિન-પરફોર્મિંગ કર્મચારીઓને અવેતન રજા પર મોકલીને પણ તેની રોકડ સમસ્યાથી છૂટકારો મેળવશે. ઉલ્લેખનીય છે કે એર ઇન્ડિયાએ આ પગલુ એવા સમયે લીધું છે જ્યારે કેન્દ્ર સરકાર એરલાઇન્સ વેચવાનો પ્રયાસ કરી રહી છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com
