News Continuous Bureau | Mumbai
Air Marshal Tejinder Singh: એર માર્શલ તેજિન્દર સિંહે આજે વાયુ સેનાના ( Indian Air Force ) મુખ્યાલય (વાયુ ભવન) ખાતે ભારતીય વાયુસેનાના નાયબ ચીફ ઓફ એર સ્ટાફ ( DCAS ) તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. તેમની નવી નિમણૂક ગ્રહણ કર્યા પછી, એર માર્શલે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક, નવી દિલ્હી ખાતે પુષ્પાંજલિ અર્પણ કરીને સર્વોચ્ચ બલિદાન આપનારા બહાદુરોને શ્રદ્ધાંજલિ આપી હતી.
નેશનલ ડિફેન્સ એકેડેમીના ( National Defense Academy ) ભૂતપૂર્વ વિદ્યાર્થી, એર માર્શલ તેજિન્દરને 13 જૂન 1987ના રોજ IAFના ફાઇટર સ્ટ્રીમમાં કમિશન આપવામાં આવ્યું હતું. તે 4500 કલાકથી વધુ ઉડાન સાથે કેટેગરી ‘A’ ક્વોલિફાઇડ ફ્લાઇંગ ઇન્સ્ટ્રક્ટર છે, ડિફેન્સ સર્વિસ સ્ટાફ કૉલેજ અને નેશનલ ડિફેન્સ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી ( Tejinder Singh ) છે. તેમણે ફાઇટર સ્ક્વોડ્રન, રડાર સ્ટેશન, પ્રીમિયર ફાઇટર બેઝની કમાન સંભાળી છે અને તેઓ જમ્મુ અને કાશ્મીરમાં એર ઓફિસર કમાન્ડિંગ રહ્યાં છે. તેમની વૈવિધ્યસભર સ્ટાફ નિમણૂંકોમાં એક કમાન્ડ હેડક્વાર્ટર ખાતે ઓપરેશનલ સ્ટાફ, એર હેડક્વાર્ટર ખાતે એર કોમોડોર (કાર્મિક ઓફિસર્સ-1), મુખ્યાલય આઈડીએસમાં એકીકૃત રક્ષા સ્ટાફના ઉપ સહાયક પ્રમુખ, નાણાકીય (પ્લાનિંગ), એર કોમોડોર (એરોસ્પેસ સેફ્ટી), વાયુ સેનાના મુખ્યાલયમાં સહાયક વાયુ સેના સંચાલન (ઓફેન્સિવ) અને ACAS ઑપ્સ (સ્ટ્રેટેજી) સામેલ છે. પોતાની હાલની નિમણૂક પહેલા, તેઓ મેઘાલયના શિલોંગ ખાતે IAFના મુખ્ય મથક ઈસ્ટર્ન એર કમાન્ડના વરિષ્ઠ એર સ્ટાફ ઓફિસર હતા.
આ સમાચાર પણ વાંચો : India Post Payments Bank: ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકે ઉજવ્યો તેનો 7મો સ્થાપના દિવસ, ગુજરાત સર્કલમાં આટલા લાખથી વધુ ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક ખાતાઓ છે કાર્યરત.
તેમની પ્રશંસનીય સેવાઓના બદલામાં તેમને ભારતના માનનીય રાષ્ટ્રપતિ દ્વારા 2007માં વાયુ સેના મેડલ અને 2022માં અતિ વિશેષ સેવા મેડલ એનાયત કરવામાં આવ્યો હતો.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.