ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
નવી દિલ્હી
19 જુન 2020
પૂર્વ લદાખના ગાળવાન ઘાટી માં થયેલી હિંસક ઝડપમાં ભારતના 20 જવાનો શહીદ થયા છે. જ્યારે 76 જવાનો ઘાયલ થયા છે અને એક પણ સૈનિક ગુમ થયો નથી કે એને ચીનમાં બંદી બનાવવામાં આવ્યો નથી, એવી સ્પષ્ટતા ભારતીય સેનાએ કરી છે. બે દેશોની કોની ઝડપમા 76 જવાનો ઘાયલ થયા હતા તે ખતરાથી બહાર છે. જેમાંથી 58 જવાનોને સામાન્ય ઇજા પહોંચી છે જેઓ સારવાર બાદ એક સપ્તાહની અંદર સીમા પર ફરી તૈનાત થયી જશે. જ્યારે બીજા 18 જવાનોને લેહની હોસ્પિટલમાં દાખલ કરાયા છે અને તેઓ 15 દિવસ બાદ સરહદ પર પાછા ફરશે, એમ સેના એ કહ્યું છે.
નોંધનીય છે કે જે દિવસે ચીન સાથે એલએસી પર ઘર્ષણ થયું હતું ત્યારે એવા સમાચાર વહેતા થયા હતા કે ચીની સેનાએ કેટલાક ભારતીય જવાનોને કેદ કરી લીધા છે, પરંતુ ભારતીય સેના દ્વારા આધિકારિક માહિતી આપવામાં આવી છે કે આપણા એક પણ જવાન ગુમ નથી.
આ સંઘર્ષ બાદ વિપક્ષી પાર્ટીઓ દ્વારા લદાખની ઘાટીમાં થયેલા ઘર્ષણ ની વિસ્તૃત જાણકારી વારંવાર માંગવામાં આવતી હતી, આથી તેની માહિતી આપવા માટે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભારત સરહદ પરની સ્થિતિને લઇને ચર્ચા કરવા માટે સર્વ પક્ષઓની ડિજિટલ બેઠક બોલાવવામાં આવી છે..
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com