Site icon

દેશના તમામ રેલ્વે સ્ટેશન માસ્તર ઉતરશે ૧ દિવસની હડતાલ, આ છે કારણ; જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai 

ઓલ ઈન્ડિયા સ્ટેશન(All indai station) માસ્તર એસોસિયેશન(Master Association) દ્વારા સ્ટેશન માસ્તરની સમસ્યાને લઈને તારીખ ૩૧ મેનાં રોજ સમગ્ર ભારતભરનાં સ્ટેશન માસ્તરોએ(Station master) એક દિવસની હડતાળની જાહેરાત કરી છે. આ દિવસે એક દિવસની સામૂહિક રજા લઈ વિરોધ વ્યક્ત કરવાની જાહેરાત કરી છે.  

Join Our WhatsApp Community

રેલવેનાં સ્ટેશન(Railway station) માસ્તરોની બંધ થયેલ નાઈટ ડ્યુટી(Night duty) ચાલુ કરવા, રેલવેનાં ખાનગીકરણનો(Privatization of railways) વિરોધ, એમ.એ.સી.પી.(MSCP) નો લાભ ૧ જાન્યુઆરી ૨૦૧૬ થી આપવા તથા રેલવેનું ખાનગીકરણ બંધ કરવા, જૂની પેન્શન સ્કીમ(Pension scheme) ચાલુ કરવા બાબતે વિવિધ માંગણીઓને લઈને સ્ટેશન માસ્તરો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.  

આ સમાચાર પણ વાંચો : જે રાકેશ ટીકૈત કિસાન આંદોલનના ચહેરો બન્યા હતા તેની કિસાન યુનિયનમાંથી હકાલપટ્ટી. પણ આવું કેમ? જાણો ઈનસાઈડ સ્ટોરી…

અગાઉ સ્ટેશન માસ્તરોએ નાઈટ ડ્યૂટી શિફ્ટમાં મીણબત્તી પ્રગટાવી વિરોધ કર્યો હતો. તેમજ એક સપ્તાહ કાળીપટ્ટી લગાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું. તો એક દિવસીય ભૂખ હડતાળ(Hunger protest) સહિત અનેક પ્રકારે વિરોધ પ્રદર્શન કરવા છતા સમસ્યાઓનો કોઈ ઉકેલ નથી આવ્યો. ત્યારે આગામી તારીખ ૩૧ મેના રોજ ઓલ ઈન્ડિયા સ્ટેશન માસ્તર એસોસિયેશન દ્વારા સમગ્ર ભારતભરનાં સ્ટેશન માસ્તરો દ્વારા એક દિવસની સામૂહિક રજા લઈ વિરોધ દર્શાવવાની જાહેરાત કરી છે.  બીજી તરફ સ્ટેશન માસ્તરોએ આ હડતાળને લઈને મુસાફરોને પણ એક સૂચના આપી છે. તેમણે કહ્યુ કે, જાહેર જનતાને તારીખ ૩૧ મે, ૨૦૨૨ ના રોજ પોતાનું યાત્રાનું પ્લાનિંગ આ બાબતને ધ્યાનમાં રાખીને કરવાની એસોસિયેશન દ્વારા અપીલ કરાઈ છે.

Dharmendra Update: ધર્મેન્દ્ર નું 89 મી વર્ષે થયું નિધન; આમિર-અમિતાભ સહિત દિગ્ગજો પહોંચ્યા સ્મશાન ઘાટ
India Gate protest: દેશની રાજધાનીમાં ખળભળાટ: ઇન્ડિયા ગેટ પર ‘હિડમા’ (નક્સલી નેતા)ના સમર્થનમાં સૂત્રોચ્ચાર, પોલીસે ૧૫ યુવાનોને પકડ્યા.
INS Mahe Launch: નૌસેનાને મળ્યો ‘મૌન શિકારી’: મુંબઈમાં સ્વદેશી યુદ્ધપોત INS માહેનું જલાવતરણ, થલ સેના પ્રમુખ બન્યા ઐતિહાસિક ક્ષણના સાક્ષી
Justice Suryakant: જસ્ટિસ સૂર્યકાંતે ભારતના ૫૩મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા, કયા પૂર્વ CJIનું સ્થાન લીધું?
Exit mobile version