Site icon

All Party Meet : સંસદના શિયાળુ સત્રની તૈયારીઓ તેજ, સરકારે આ તારીખે બોલાવી સર્વપક્ષીય બેઠક..

All Party Meet : સંસદના શિયાળુ સત્રની શરૂઆત પહેલા સરકારે રવિવારે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ માહિતી આપી.

All Party Meet Ahead of Winter Session of Parliament, govt to convene all party meeting on Sunday

All Party Meet Ahead of Winter Session of Parliament, govt to convene all party meeting on Sunday

  News Continuous Bureau | Mumbai 

All Party Meet : સંસદનું શિયાળુ સત્ર 25 નવેમ્બરથી શરૂ થશે અને 20 ડિસેમ્બરે સમાપ્ત થશે દરમિયાન સંસદનું શિયાળુ સત્ર શરૂ થાય તે પહેલા સરકારે રવિવાર 24 નવેમ્બરે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ ટ્વિટર પર આ માહિતી આપી છે. તેમણે એક પોસ્ટમાં જણાવ્યું છે કે સંસદના આગામી શિયાળુ સત્રને ધ્યાનમાં રાખીને 24 નવેમ્બરની સવારે સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી છે.  

Join Our WhatsApp Community

All Party Meet :  જૂના સંસદભવનના સેન્ટ્રલ હોલમાં એક કાર્યક્રમનું આયોજન 

સરકારના કાયદાકીય એજન્ડા વિશે વિપક્ષને માહિતગાર કરવા અને રાજકીય પક્ષો સંસદમાં જે મુદ્દાઓ પર ચર્ચા કરવા માગે છે તેની ચર્ચા કરવા માટે સરકાર દ્વારા સત્ર પહેલાં સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવે છે. બંધારણ અપનાવવાની 75મી વર્ષગાંઠ નિમિત્તે બંધારણ ગૃહ અથવા જૂના સંસદભવનના સેન્ટ્રલ હોલમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. બંધારણ 26 નવેમ્બર 1949 ના રોજ અપનાવવામાં આવ્યું હતું અને 26 જાન્યુઆરી 1950 ના રોજ અમલમાં આવ્યું હતું.

અગાઉ દર વર્ષે 26 નવેમ્બરને રાષ્ટ્રીય કાયદા દિવસ તરીકે ઉજવવામાં આવતો હતો. વર્ષ 2015માં, બંધારણના ઘડવૈયા બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની 125મી જન્મજયંતિના અવસરે, સરકારે 26 નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી જેથી કરીને લોકોને બંધારણીય મૂલ્યો પ્રત્યે પ્રોત્સાહિત કરી શકાય.

આ સમાચાર પણ વાંચો :  Indian Coast Guard :2 કલાકની ભારે જહેમત… અંતે કોસ્ટગાર્ડે પાકિસ્તાનની પકડથી બચાવ્યા આટલા ભારતીય માછીમારો.. આ રીતે કરાયું રેસ્ક્યુ!

 All Party Meet : આ મુદ્દાઓ પર હંગામો ચોક્કસ  

સંસદના આ સત્રમાં ઘણા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થવાની છે અને તેના કારણે સત્ર તોફાની બને તેવી શક્યતા છે. આ સત્રમાં સૌથી મહત્વપૂર્ણ બિલ વકફ સુધારા બિલ હશે, જેની સંસદમાં લાંબી ચર્ચા થશે. આ અંગે સંસદીય સમિતિની પણ રચના કરવામાં આવી હતી અને આ અહેવાલ પર ગૃહમાં ચર્ચા કરવામાં આવશે. સમગ્ર વિપક્ષ આ બિલનો વિરોધ કરી રહ્યો છે, જેના કારણે ગૃહમાં ભારે હોબાળો થવાની સંભાવના છે. તે જ સમયે, આ વખતે સંસદમાં એક દેશ-એક ચૂંટણી પર પણ ચર્ચા થવાની છે. વિપક્ષના વિરોધને કારણે આ અંગે પણ હોબાળો થવાની શક્યતા છે.

 

Pakistan: પાકિસ્તાન કરી રહ્યું છે પરમાણુ પરીક્ષણ! ટ્રમ્પે ઇશારામાં જ કર્યો મોટો ખુલાસો
Donald Trump: ટ્રમ્પનું દુનિયાને ધમકીરૂપ નિવેદન: ‘આપણી પાસે દુનિયાને ૧૫૦ વખત તબાહ કરવા માટે પૂરતા હથિયાર,’ નિવેદનથી ખળભળાટ.
India Women World Cup 2025:અભિનંદન ભારત! ઈતિહાસનું પુનરાવર્તન: ’83 ના કપિલની કમાલ બાદ, ’25 માં હરમનપ્રીતની સેનાએ ટ્રોફી જીતીને ‘નકારો’ કહેનારાઓને આપ્યો જડબાતોડ જવાબ!
Hyderabad Airport: હૈદરાબાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ઇન્ડિગોની ફ્લાઇટ ડાયવર્ટ
Exit mobile version