ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 24 નવેમ્બર, 2021
બુધવાર
પીએમ મોદી ત્રણેય વિવાદાસ્પદ કૃષિ કાયદાઓને વહેલામાં વહેલી તકે રદ કરવાના તેમના વચનને પૂર્ણ કરવા માટે તૈયાર છે.
પ્રાપ્ત જાણકારી મુજબ આજે નવી દિલ્હીમાં વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠક પીએમ મોદીના નિવાસસ્થાને મળશે.
આ બેઠકમાં ત્રણેય વિવાદાસ્પદ કૃષિ કાયદાઓને પરત ખેંચવા માટે એક બિલ લાવવામાં આવી શકે છે.
કેન્દ્રીય કૃષિ મંત્રાલયે વડાપ્રધાન કાર્યાલય (PMO) સાથે પરામર્શ બાદ બિલને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે.
કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમર પહેલા લોકસભામાં કૃષિ કાયદાને પરત લેવાનું બિલ રજૂ કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે 19 નવેમ્બર, 2021ના રોજ વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રને સંબોધન કરતાં ત્રણેય કૃષિ કાયદા પરત લેવાની જાહેરાત કરી હતી.
આનંદો! ટૂંક સમયમાં સસ્તું થશે પેટ્રોલ અને ડીઝલ, સરકાર ભરી રહી છે આ મોટું પગલું; જાણો વિગતે