News Continuous Bureau | Mumbai
Elections: દેશમાં ટૂંક સમયમાં જ લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આવી સ્થિતિમાં, એવું કહેવામાં આવી રહ્યું છે કે લોકસભાની સાથે જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણી ( Jammu and Kashmir Assembly Elections ) પણ યોજાવાની સંભાવના છે. આ માટે ચૂંટણી પંચ વિચાર-મંથન કરી રહ્યું છે.
ચૂંટણી પંચ ( Election Commission ) સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્રીય ગૃહ સચિવ સાથે પંચના વરિષ્ઠ અધિકારીઓની બેઠકમાં પણ આ અંગે ચર્ચા થાય તેવી પૂરી શક્યતા છે. મિડીયા રિપોર્ટ અનુસાર, ગયા અઠવાડિયે જમ્મુ-કાશ્મીરના ( Jammu and Kashmir ) લેફ્ટનન્ટ ગવર્નરે પણ ગૃહમંત્રી અમિત શાહ ( Amit Shah ) સાથે અનૌપચારિક મુલાકાત કરી હતી.
સુપ્રીમ કોર્ટે આ વર્ષે ઓક્ટોબર સુધીમાં વિધાનસભા ચૂંટણી કરાવવાનો આદેશ પણ આપ્યો હતો..
ચૂંટણી પંચ કેન્દ્રીય ગૃહ મંત્રાલયના અધિકારીઓ અને સુરક્ષા દળોના વડાઓ સાથેની બેઠકમાં લોકસભાની સાથે જમ્મુ અને કાશ્મીરની ચૂંટણી યોજવા પર વિચાર કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે આ વર્ષે ઓક્ટોબર સુધીમાં વિધાનસભા ચૂંટણી કરાવવાનો આદેશ પણ આપ્યો હતો. જોકે, હવે ચૂંટણી પંચે જ પરિસ્થિતિનું આકલન કરીને ચૂંટણી યોજવા માટેનો કાર્યક્રમ તૈયાર કરવાનો છે. રાજ્યમાં લોકસભા અને વિધાનસભા બેઠકોનું નવેસરથી સીમાંકન પણ કરવામાં આવ્યું છે.
આ સમાચાર પણ વાંચો : Congress Candidate List: લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસની પ્રથમ યાદીમાં 39 ઉમેદવારોની યાદી થઈ જાહેર.. રાહુલ ગાંધી વાયનાડથી ચૂંટણી લડશે.
નોંધનીય છે કે, ચૂંટણી પંચ માર્ચના બીજા સપ્તાહના અંત સુધીમાં ચૂંટણી ( Lok sabha Election ) કાર્યક્રમની જાહેરાત કરી શકે છે. મિડીયા રિપોર્ટમાં વધુમાં જણાવ્યા અનુસાર, ગત વખતની જેમ આ વખતે પણ ઘણા રાજ્યોમાં સાત તબક્કામાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી યોજાઈ શકે છે.