News Continuous Bureau | Mumbai
જમ્મુ અને કાશ્મીર(Jammu and Kashmir) સ્થિત પવિત્ર અમરનાથ ગુફામાં(Amarnath cave) બાબા બર્ફાનીના(Baba Barfani) દર્શન પર હંગામી ધોરણ રોક લગાવી દેવામાં આવી છે.
મીડિયા રિપોર્ટ મુજબ ખરાબ હવામાનના(Bad weather) કારણે બાલટાલ(Baltal) અને પહલગામ(Pahalgam) બંને કેમ્પમાંથી યાત્રાળુઓને(Pilgrims) આગળ જવા દેવામાં આવ્યા નથી.
કહેવાઈ રહ્યું છે કે, હવામાન સાફ થયા બાદ યાત્રાળુઓને જવાની મંજૂરી આપવામાં આવશે.
કાશ્મીર ઘાટીમાં(Kashmir Valley) આગામી 24થી 36 કલાક સુધી વરસાદનું એલર્ટ(Rain alert) છે. ઘાટીમાં મોડી રાતે ભારે વરસાદ(heavy rain) પડ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, જમ્મુ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં(Anantnag District) અમરનાથ યાત્રા(Amarnath Yatra) 2022ના પ્રથમ ચાર દિવસમાં કુલ 40,233 યાત્રીઓએ પવિત્ર ગુફા મંદિરના(Cave temple) દર્શન કર્યા હતા.
આ સમાચાર પણ વાંચો : મહત્વના સમાચાર- રેલવે ટિકિટ બુક કરો છો તો ધ્યાન રાખજો- IRCTCએ આ નિયમમાં કર્યા છે ફેરફાર-જાણો વિગત