ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
9 જુલાઈ 2020
લદાખમાં આવેલા વિશ્વના સૌથી ઉંચા મોટરેબલ માર્ગને પહોળો કરવાની કામગીરી હાલ પુરજોશમાં ચાલી રહી છે. ખારદુગલા પાસ નામનો આ દુર્ગમ પહાડી રસ્તો ઘાટ માંથી પસાર થાય છે. ભારતમાં આ સરહદી રસ્તાનું કામ લશ્કરી યુનિટ બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન સંભાળી રહ્યું છે.. બીઆરઓ વર્ષ 2022 સુધીમાં 20 હજાર કરોડ રૂપિયાના ખર્ચે 65 લશ્કરી સરહદી રસ્તાનું વિસ્તરીકરણનું કામ પૂરું પાડશે. આજ રસ્તો આગળ જઈ સિયાચીન તરફ વળાંક લે છે. આથી પણ ચીનની ખોરી દાનત ને જોતા એલએસી સુધી જતા આ રસ્તાને હવે ડબલ લેનમાં ઝડપથી બનાવાઇ રહ્યો છે.. જેથી લશ્કરી સામગ્રીની સરળતાથી હેરાફેરી થઈ શકે.
એક બાજુ પાકિસ્તાન, બીજી બાજુ ચીન અને નેપાળ જેવા દેશો જે રીતે ભારતમાં ઘૂસવાના પ્રયાસો કરી રહ્યા છે. તેને જોતા ફરતે વાડ બનાવી, રસ્તા-પુલ અને અન્ય માળખાકીય સુવિધાઓમાં ઝડપથી વધારો કરવાની તાતી જરૂર ઊભી થઈ છે. વળી આપણી સરહદમાં આપણે રસ્તાઓ બનાવી રહયાં છે એનો પણ ચીન વાંધો ઉઠાવી રહ્યું છે, કહેવાય છે કે ગાલવાનમાં સર્જાયેલ અથડામણ ભારતના વિકાસને રોકવા માટે જ કરાઈ હતી..
નોંધનીય છે કે અત્યાર સુધીની સરકારોની નીતિ એવી હતી કે સરહદી વિસ્તારોનો વિકાસ ન કરવો. જેથી દુશ્મનો અંદર પ્રવેશી શકે પરંતુ, સમયની સાથે માંગ વધતા વર્તમાન સરકાર સરહદોનું વિકાસનું કામ કરી પોતાના દેશની બોર્ડર અને સુરક્ષિત કરવાનો પ્રયાસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે અઢાર હજાર ફૂટની ઊંચાઈ પર મોટર કે બાઈક ચલાવી શકાય એવો આ એક માત્ર વિશ્વ નો રસ્તો છે . આ નુબ્રા ખીણની સેંકડો પ્રવાસીઓ દર વર્ષે મુલાકાત લે છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com