News Continuous Bureau | Mumbai
Amit Shah fake video case: દેશભરમાં લોકસભાની ચૂંટણીનો જંગ ચાલી રહ્યો છે. રાજકીય નેતાઓ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. આ દરમિયાન કોઈ અજાણ્યા વ્યક્તિએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ( Amit shah ) ના ભાષણનો વિડીયો એડિટ કરીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. આ વીડિયો વાયરલ થતાની સાથે જ ભાજપની જોરદાર ટીકા થઈ હતી. કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને ભાજપના નેતાઓ દ્વારા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. આ ફરિયાદ બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી. ( Police arrest man from assam in Amit Shah fake video case )
Amit Shah fake video case: અમિત શાહના એડિટેડ વીડિયો કેસમાં પહેલી ધરપકડ
આ તપાસના પગલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના એડિટેડ વીડિયો કેસમાં પહેલી ધરપકડ કરવામાં આવી છે. મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ પોલીસે આસામમાંથી એક વ્યક્તિની ધરપકડ કરી છે. આસામના સીએમ હિમંતા બિસ્વા સરમાએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. સાથે જ આ મામલે દિલ્હી પોલીસે તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીને સમન્સ પાઠવ્યા છે. તેમને 1 મે એટલે કે આવતીકાલે તમામ ઇલેક્ટ્રિક ગેજેટ્સ સાથે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે.
Amit Shah fake video case: પાંચ લોકોને પણ સમન્સ પાઠવ્યા
આ ઉપરાંત દિલ્હી પોલીસે નકલી વીડિયો શેર કરનારા કોંગ્રેસના કેટલાક નેતાઓ સહિત પાંચ લોકોને પણ સમન્સ પાઠવ્યા છે. મહત્વનું છે કે દિલ્હી પોલીસે આ મામલામાં ગત 28 માર્ચે એફઆઈઆર નોંધી હતી. આ પછી 29 માર્ચે બીજેપીના તેલંગાણા યુનિટની ફરિયાદ પર સ્થાનિક પોલીસે તેલંગાણા પ્રદેશ કોંગ્રેસ કમિટી (TPCC) વિરુદ્ધ કેસ નોંધ્યો હતો.
Amit Shah fake video case: પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X અને Meta પાસે તે તમામ એકાઉન્ટ્સની વિગતો માંગી
જણાવી દઈએ કે અનામત ખતમ કરવાના મામલે ગૃહમંત્રી અમિત શાહના ફેક વીડિયોને લઈને ત્રણ ફરિયાદો થઈ છે. જેમાં ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય એકમ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. બીજી ફરિયાદ ગૃહ મંત્રાલય દ્વારા કરવામાં આવી હતી. આ બે ફરિયાદોના આધારે દિલ્હી પોલીસની સાયબર વિંગ IFSO યુનિટે IPCની કલમ 153, 153A, 465, 469, 171G અને IT એક્ટની કલમ 66C હેઠળ કેસ નોંધીને તપાસ શરૂ કરી હતી. આ સાથે, પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X અને Meta પાસે તે તમામ એકાઉન્ટ્સની વિગતો માંગી હતી જેણે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહનો નકલી વીડિયો અપલોડ કર્યો હતો અથવા શેર કર્યો હતો.
આ સમાચાર પણ વાંચો : Lok Sabha Elections 2024: અમેઠી રાયબરેલી બેઠકનું કોકડું ગુંચવાયું, શું પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી ચૂંટણી નહીં લડે? અટકળો થઇ તેજ
Amit Shah fake video case: તપાસ માટે ટીમો બનાવી
આ મામલે કેસ નોંધાયા બાદ પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, અમે તપાસ માટે ઘણી ટીમો બનાવી છે, જે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરશે. અમે જલ્દી જ ગુનેગારની ધરપકડ કરીશું. અમે ટ્વિટર (X), મેટા સહિત ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નોટિસ મોકલીને માહિતી માંગી છે, જ્યાં નકલી વીડિયો અપલોડ અથવા શેર કરવામાં આવ્યો છે. અમે વીડિયોના સ્ત્રોત અને તેના વ્યાપક પ્રસાર માટે જવાબદાર બંનેની તપાસ કરી રહ્યા છીએ.