News Continuous Bureau | Mumbai
Amit Shah: અરવિંદ કેજરીવાલના આરોપો પછી અમિત શાહ મીડિયા સામે આવ્યા હતા. તેમણે મીડિયા સામે આવીને કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના ( BJP ) સંવિધાનમાં ક્યાંય લખ્યું નથી કે વડાપ્રધાન ( Prime Minister ) નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી નહીં બની શકે. આટલું જ નહીં તેઓ પોતાની ત્રીજી ટર્મ પણ પૂરી કરશે.
Amit Shah: અમિત શાહે કેજરીવાલને શું જવાબ આપ્યો.
પ્રેસ કોન્ફરન્સમાં અમિત શાહે કહ્યું કે અરવિંદ કેજરીવાલને ( Arvind Kejriwal ) વડાપ્રધાન ( Narendra Modi ) 75 વર્ષના થાય છે તે જાણીને ખુશ થવાની જરૂર નથી. આ ઉપરાંત તેમણે કહ્યું કે પાકિસ્તાન ઓકયુપાઇડ કાશ્મીર ( Pok ) એ ભારતનો હિસ્સો છે. ભારત ગમે તે હિસાબે લઇને રહેશે.
આ સમાચાર પણ વાંચો: Piyush Goyal: ઉત્તર મુંબઈમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને આરોગ્ય સેવાઓ વધારવામાં આવશે, પીયૂષ ગોયલની જાહેરાત
Amit Shah: ચૂંટણીના પરિણામ સંદર્ભે તેમણે શું કર્યું.
અમિત શાહે કહ્યું કે અત્યાર સુધીના ચરણમાં એનડીએ ( NDA ) 200 સીટ પાર કરી ચૂકી છે અને આવનાર ચરણમાં વધુ 200 સીટ મળશે અને આમ એનડીએ પોતાની 400 સીટ નો ટાર્ગેટ પૂરો કરશે.