News Continuous Bureau | Mumbai
Amit Shah: કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ નવી દિલ્હીમાં 2 જાન્યુઆરી 2025ના રોજ મુખ્ય અતિથિ તરીકે પુસ્તક વિમોચન સમારોહની અધ્યક્ષતા કરશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં જાણીતા લેખકો, શિક્ષણવિદો, મંત્રાલયના અધિકારીઓ અને અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે.
આ સમાચાર પણ વાંચો : Gujarat Police: ગુજરાત પોલીસમાં ફરજરત વધુ ૨૪૦ એએસઆઈને પીએસઆઇ તરીકે બઢતી
‘જમ્મુ કાશ્મીર એન્ડ લદ્દાખઃ થ્રુ ધ એજીસ’ નામના પુસ્તકમાં જમ્મુ કાશ્મીર અને લદ્દાખની વાત રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. શીર્ષક જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખની વાતને પરિપ્રેક્ષ્ય અને આલેખથી દસ્તાવેજીકૃત કરવાનો પ્રયાસ કરે છે. જે આ વિષયના નિષ્ણાતો અને ઓછા જાણકાર બંનેનાં વિહંગાવલોકન માટે સક્ષમ કરે છે. તે સાત ખંડોમાં પ્રસ્તુત છે જે પ્રદેશના ત્રણ હજાર વર્ષથી વધુનાં ઇતિહાસને આવરી લે છે. તેમાં સમાવેશ કરાયેલ દરેક ઈમેજ એક યુગ, તેના મહત્વ અને ભારતીય ઈતિહાસના વિશાળ ઐતિહાસિક કેનવાસમાં તેના યોગદાનને દર્શાવવા માટે ખાસ કાળજીથી પસંદ કરવામાં આવી છે. હિન્દી અને અંગ્રેજીમાં પ્રકાશિત થયેલું આ પુસ્તક નેશનલ બુક ટ્રસ્ટ, ઈન્ડિયા અને ઈન્ડિયન કાઉન્સિલ ઓફ હિસ્ટોરિકલ રિસર્ચના સંયુક્ત પ્રયાસોનું પરિણામ છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.