Site icon

Women’s Reservation Bill : અમિત શાહે લોકસભામાં નારી શક્તિ વંદન એક્ટ રજૂ કરવા બદલ વડાપ્રધાનનો આભાર માન્યો..

Women's Reservation Bill : કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર દ્વારા આજે લોકસભામાં નારી શક્તિ વંદન કાયદો રજૂ કરવા બદલ પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો

Amit Shah thanked the Prime Minister for introducing the Nari Shakti Vandan Act in the Lok Sabha

Amit Shah thanked the Prime Minister for introducing the Nari Shakti Vandan Act in the Lok Sabha

News Continuous Bureau | Mumbai 

Women’s Reservation Bill :

Join Our WhatsApp Community
  • આજે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતની શાશ્વત સંસ્કૃતિ અનુસાર દેશની લોકશાહીમાં “યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે, રમન્તે તત્ર દેવતા” ના સિદ્ધાંતને અમલમાં મૂક્યો છે

  • આજે લોકસભામાં રજૂ કરવામાં આવેલ ‘નારી શક્તિ વંદન અધિનિયમ’ એક એવો નિર્ણય છે જે આપણી મહિલાઓને ખરા અર્થમાં તેમના અધિકારો અપાવશે

  • મોદીજીએ બતાવ્યું છે કે ‘મહિલા સશક્તિકરણ’ એ મોદી સરકારનું સૂત્ર નથી પરંતુ એક સંકલ્પ છે, કરોડો દેશવાસીઓ વતી હું મોદીજીને આ ઐતિહાસિક નિર્ણય માટે હૃદયપૂર્વક અભિનંદન આપું છું

  • નીતિ હોય કે નેતૃત્વ, ભારતની મહિલા શક્તિએ સાબિત કરી દીધું છે કે તેઓ કોઈપણ ક્ષેત્રમાં કોઈથી ઓછા નથી

  • મોદી સરકાર માને છે કે મજબૂત અને આત્મનિર્ભર ભારતનું નિર્માણ મહિલા શક્તિના સમર્થન અને તાકાત વિના શક્ય નથી

  • દેશની મહિલા શક્તિને અધિકાર આપવાનો મોદી સરકારનો આ નિર્ણય આવનારા સમયમાં વિકસિત અને સમૃદ્ધ ભારતના નિર્માણનો મુખ્ય આધારસ્તંભ બનશે

Women’s Reservation Bill : કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે(Amit Shah) પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના(PM Modi) નેતૃત્વમાં કેન્દ્ર સરકાર દ્વારા આજે લોકસભામાં નારી શક્તિ વંદન કાયદો રજૂ કરવા બદલ પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. X  પર તેમની પોસ્ટમાં તેમણે કહ્યું કે આજે લોકસભામાં રજૂ થયેલ ‘નારી શક્તિ વંદન અધિનિયમ’ એક એવો નિર્ણય છે જે આપણી મહિલા શક્તિને ખરા અર્થમાં તેમના અધિકારો અપાવશે. શ્રી શાહે કહ્યું કે મોદીજીએ બતાવ્યું છે કે ‘મહિલા સશક્તિકરણ’ એ મોદી સરકાર માટે સૂત્ર નથી પરંતુ એક સંકલ્પ છે અને કરોડો દેશવાસીઓ વતી હું મોદીજીને આ ઐતિહાસિક નિર્ણય માટે હૃદયપૂર્વક અભિનંદન આપું છું.

કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે નીતિ હોય કે નેતૃત્વ, ભારતની મહિલા શક્તિએ સાબિત કર્યું છે કે તેઓ કોઈપણ ક્ષેત્રમાં કોઈથી ઓછા નથી. તેમણે કહ્યું કે મોદી સરકાર માને છે કે મહિલા શક્તિના સમર્થન અને તાકાત વગર મજબૂત અને આત્મનિર્ભર ભારતનું નિર્માણ શક્ય નથી. શ્રી શાહે કહ્યું કે, દેશની મહિલા શક્તિને અધિકાર આપવાનો મોદી સરકારનો આ નિર્ણય આવનારા સમયમાં વિકસિત અને સમૃદ્ધ ભારતના નિર્માણનો મુખ્ય આધારસ્તંભ બનશે.

આ સમાચાર પણ વાંચો : Parliament Special Session : પ્રધાનમંત્રીએ નવા સંસદ ભવનમાં રાજ્યસભાને સંબોધિત કર્યું

Delhi Blast: લાલ કિલ્લા ધમાકાનું ષડયંત્ર: ફરીદાબાદમાં કેબ ડ્રાઈવરના ઘરમાં બનાવાયો હતો વિસ્ફોટક, તપાસ એજન્સીઓને મોટો પુરાવો મળ્યો
Red Fort Blast: દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થા: ઉપરાજ્યપાલે પોલીસ કમિશનરને એમોનિયમ નાઇટ્રેટના વેચાણ પર નિયંત્રણ માટે આપ્યા ખાસ નિર્દેશો.
Coal mining: કોલસા ખનન કેસમાં EDનો મોટો ઍક્શન: બંગાળમાં આટલા સ્થળોએ દરોડા, મની લોન્ડરિંગની તપાસ
Red Fort Blast: આતંકીઓની મોડસ ઓપરેન્ડી: બોમ્બ બનાવવા માટે કઈ એપ્સનો ઉપયોગ થતો હતો? જાણો લાલ કિલ્લા ધમાકાની તપાસની વિગતો
Exit mobile version