Amit Shah Amitabh Bachchan: સાયબર-સુરક્ષિત ભારત બનાવવા અમિતાભ બચ્ચન જોડાયા આ અભિયાનમાં, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે માન્યો અભિનેતાનો આભાર

Amitabh Bachchan joins campaign to create cyber-secure India, Union Home Minister Amit Shah thanks actor
Amitabh Bachchan joins campaign to create cyber-secure India, Union Home Minister Amit Shah thanks actor

 News Continuous Bureau | Mumbai

Amit Shah Amitabh Bachchan:  કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં વિઝનને સાકાર કરતાં ગૃહ મંત્રાલય દેશમાં એક સુરક્ષિત સાયબર સ્પેસનું સર્જન કરવાનો સંકલ્પ ધરાવે છે. 

‘એક્સ’ પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં શ્રી અમિત શાહે ( Amit Shah ) જણાવ્યું હતું કે, ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર ( I4C )એ આ દિશામાં કેટલાંક પગલાં લીધાં છે. કેન્દ્રીય ગૃહ મંત્રીએ સાયબર-સિક્યોર ભારતનાં નિર્માણનાં અભિયાનને વેગ આપવા સક્રિયપણે સામેલ થવા બદલ પ્રસિદ્ધ અભિનેતા શ્રી અમિતાભ બચ્ચનનો ( Amitabh Bachchan ) આભાર માન્યો હતો.

મેગાસ્ટાર શ્રી અમિતાભ બચ્ચને પોતાના વિડિયો સંદેશમાં કહ્યું હતું કે દેશ અને દુનિયામાં વધી રહેલા સાયબર ક્રાઇમ ચિંતાનો વિષય છે. ગૃહ મંત્રાલય હેઠળનું ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર સાયબર ક્રાઇમને ( Cyber crime ) ડામવા માટે સતત કામ કરી રહ્યું છે. શ્રી બચ્ચને ઉમેર્યું હતું કે, તેઓ કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહની વિનંતી પર આ અભિયાનમાં જોડાયા છે. તેમણે કહ્યું કે દેશને આ સમસ્યાથી મુક્ત કરવા માટે આપણે બધાએ સાથે મળીને કામ કરવું જોઈએ. આપણી થોડી સજાગતા અને સાવચેતી આપણને સાયબર ગુનેગારોથી બચાવી શકે છે.

આ સમાચાર પણ વાંચો :  Ahmedabad-Gandhinagar Metro: હવે અમદાવાદથી ગાંધીનગર સુધી દોડશે મેટ્રો, PM મોદીના હસ્તે મેટ્રોના બીજા ફેઝનો આ તારીખે થશે શુભારંભ

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

By Hiral Meria

Hiral Meria is a content aggregator with a talent for curating and delivering diverse information to audiences

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!