News Continuous Bureau | Mumbai
દિલ્હી હાઈકોર્ટે (Delhi High Court ) અમિતાભ બચ્ચનના ( Amitabh Bachchan ) અવાજ ( Voice ) અને તેની એક્ટિંગ ની નકલ પર રોક લગાવી છે. કોર્ટે ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય અને ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર્સને ફ્લેગ કરેલી સામગ્રીને દૂર કરવાનો પણ નિર્દેશ આપ્યો છે. આનો અર્થ એ થાય છે કે આજ પછી કોઈ પણ વ્યક્તિ અમિતાભ બચ્ચનનું નામ, ફોટોગ્રાફ અથવા અવાજ અમિતાભ બચ્ચન પરવાનગી ( Permission ) વિના ઉપયોગ ( Cant Used ) કરી નહીં કરી શકે, દિલ્હી હાઈકોર્ટે શુક્રવારે અભિનેતાની અરજી પર સુનાવણી કરતા ચુકાદો આપ્યો હતો.
આ સમાચાર પણ વાંચો: 2 વર્ષના બાળકને ફ્લેટમાં એકલા મૂકીને માતા-પિતા રજા પર ગયા, હવે ધરપકડ થઈ…
ન્યાયાધીશ નવીન ચાવલાએ જણાવ્યું હતું કે, “વાદી એક જાણીતી વ્યક્તિત્વ છે અને તે વિવિધ જાહેરાતોમાં પણ રજૂ થાય છે,” તેમણે નોંધ્યું હતું કે અભિનેતા તેમના માલસામાન અને સેવાઓને પ્રમોટ કરવા માટે તેમના સેલિબ્રિટી સ્ટેટસનો ઉપયોગ કરનારાઓ દ્વારા “પીડિત” છે.
અમિતાભ બચ્ચન ( Amitabh Bachchan ) , 80, જેઓ “બિગ બી” તરીકે જાણીતા છે, તેમણે “નામ, છબી, અવાજ અને વ્યક્તિત્વ વિશેષતાઓ” ને સુરક્ષિત રાખવા માટેની અરજી સાથે કોર્ટનો સંપર્ક કર્યો હતો.