News Continuous Bureau | Mumbai
Amrit Udyan: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ ( Droupadi Murmu ) આજે (14 ઓગસ્ટ, 2024) અમૃત ઉદ્યાન ગ્રીષ્મકાલીન વાર્ષિક આવૃત્તિ, 2024ના ઉદ્ઘાટન સમારોહમાં ( Amrit Udyan opening ceremony ) હાજરી આપી હતી.
અમૃત ઉદ્યાન 16 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બર, 2024 સુધી સવારે 10:00થી સાંજે 6:00 વાગ્યા સુધી (અંતિમ પ્રવેશ – 05:15 વાગ્યા સુધી) જાહેર જનતા માટે ખુલ્લું રહેશે. જાળવણીના કારણે સોમવારે પાર્ક ( Amrit Udyan Summer Annual Edition ) બંધ રહેશે.
President Droupadi Murmu graced the opening of Amrit Udyan Summer Annuals Edition 2024 at Rashtrapati Bhavan.
All are invited to visit the Amrit Udyan from August 16 to September 15, 2024. @RBVisit
Details: https://t.co/7BW9Q1HK5l pic.twitter.com/QCr4YJzgl0— President of India (@rashtrapatibhvn) August 14, 2024
29મી ઓગસ્ટ રાષ્ટ્રીય રમતગમત દિવસ નિમિત્તે ખેલાડીઓ માટે અને 5મી સપ્ટેમ્બર શિક્ષક દિન નિમિત્તે શિક્ષકોના પ્રવેશ માટે અનામત રાખવામાં આવી છે.
પ્રવેશ માટે નોંધણી ફરજિયાત છે અને તે મફત છે. મુલાકાતીઓ રાષ્ટ્રપતિ ભવનની ( Rashtrapati Bhavan ) વેબસાઇટ (https://visit.rashtrapatibhavan.gov.in/) પર ઓનલાઈન બુકિંગ કરી શકે છે. વોક-ઇન મુલાકાતીઓ ગેટ નંબર 35ની બહાર મુકવામાં આવેલ સેલ્ફ-સર્વિસ કિઓસ્ક દ્વારા પોતાની નોંધણી કરાવી શકે છે.
આ સમાચાર પણ વાંચો: Independence Day Celebrations: 78મા સ્વતંત્રતા દિવસની ઉજવણીના સાક્ષી બનવા આમંત્રિત કરવામાં આવ્યા વિશેષ મહેમાનો, લાલ કિલ્લા ખાતે જોડાશે ગુજરાતના આ વિશેષ અતિથિઓ.
નોર્થ એવેન્યુ રોડ પાસેના રાષ્ટ્રપતિ ભવનના ગેટ નંબર 35માંથી પ્રવેશ થશે. મુલાકાતીઓની સુવિધા માટે, કેન્દ્રીય સચિવાલય મેટ્રો સ્ટેશનથી ગેટ નંબર 35 સુધી મફત શટલ બસ સેવા પણ ઉપલબ્ધ રહેશે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)