Amrit Udyan: અમૃત ઉદ્યાન 16 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બર સુધી લોકો માટે ખુલશે

Amrit Udyan: 29 ઓગસ્ટ માત્ર ખેલાડીઓ માટે જ્યારે 5 સપ્ટેમ્બર શિક્ષકો માટે અનામત રહેશે.

Amrit Udyan will open for public from August 16 to September 15

Amrit Udyan will open for public from August 16 to September 15

News Continuous Bureau | Mumbai

Amrit Udyan : ભારતનાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપાદી મુર્મુ ( Droupadi Murmu ) 14 ઓગસ્ટ, 2024નાં રોજ અમૃત ઉદ્યોગ સમર એન્યુઅલ્સ એડિશન, 2024નાં ઉદ્ઘાટન સમારંભમાં હાજરી આપશે. અમૃત ઉદ્યાન 16 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બર, 2024 સુધી લોકો માટે સવારે 10:00 થી સાંજના 6:00 વાગ્યા સુધી ખુલ્લું રહેશે (છેલ્લી એન્ટ્રી સાંજે 05:15 વાગ્યે હશે). 

Join Our WhatsApp Community

પ્રથમ વખત, 29 ઓગસ્ટ રાષ્ટ્રીય રમત દિવસ નિમિત્તે રમતવીરો માટે સંપૂર્ણપણે અનામત રહેશે. તેમજ ગત વર્ષની જેમ 5 સપ્ટેમ્બર શિક્ષક દિન પર શિક્ષકો માટે અનામત રાખવામાં આવશે.

અમૃત ઉદ્યાન ( Amrit Udyan Summer Annuals Edition ) જાળવણી માટે તમામ સોમવારે બંધ રહેશે.

જાહેર જનતા માટે પ્રવેશ રાષ્ટ્રપતિ ભવનના ( Rashtrapati Bhavan  ) ગેટ નંબર 35થી, નોર્થ એવન્યુ રોડ પાસે હશે.

ઉદ્યાનમાં સ્લોટ્સનું બુકિંગ અને પ્રવેશ મફત છે. રાષ્ટ્રપતિ ભવનની વેબસાઇટ (https://visit.rashtrapatibhavan.gov.in/) પર તેમજ “વોક-ઇન વિઝિટર્સ” માટે ગેટ નંબર 35ની બહાર મૂકવામાં આવેલા સેલ્ફ સર્વિસ કિઓસ્ક દ્વારા ઓનલાઇન બુકિંગ કરી શકાય છે.

મુલાકાતીઓની સુવિધા માટે કેન્દ્રીય સચિવાલય મેટ્રો સ્ટેશનથી ગેટ નંબર 35 (ઉદ્યાન માટે પ્રવેશ દ્વાર) સુધીની મફત શટલ બસ સેવા પણ ઉપલબ્ધ રહેશે.

આ સમાચાર વાંચો : Tragic Accident : ચોંકાવનારી ઘટના, માતા સાથે રોડ પરથી પસાર થતી ત્રણ વર્ષની બાળકી પર પડ્યો કૂતરો; ગુમાવ્યો જીવ; જુઓ હૃદયદ્રાવક વિડીયો.. 

મુલાકાતીઓ રાષ્ટ્રપતિ ભવન અને રાષ્ટ્રપતિ ભવન મ્યુઝિયમની મુલાકાત લઈ શકે છે તેમજ નવી દિલ્હીમાં ગાર્ડમાં ફેરફારના સાક્ષી બની શકે છે, શિમલામાં રાષ્ટ્રપતિ નિવાસ મશોબરા અને હૈદરાબાદમાં રાષ્ટ્રપતિ નિલયમની મુલાકાત લઈ શકે છે અને (https://visit.rashtrapatibhavan.gov.in/ પર તેમનો સ્લોટ ઓનલાઇન બુક કરાવીને હૈદરાબાદમાં રાષ્ટ્રપતિ નિલયમની મુલાકાત લઈ શકે છે.

અમૃત ઉદ્યાન સમર એન્યુઅલ્સ એડિશન, 2024ના ઉદઘાટન દરમિયાન રાષ્ટ્રપતિ ભવન મ્યુઝિયમમાં પ્રવેશ શાળાના બાળકો માટે નિ:શુલ્ક રહેશે. ખેલૈયાઓ અને શિક્ષકો પણ તેમના વિશિષ્ટ દિવસો એટલે કે અનુક્રમે 29 ઓગસ્ટ અને 5 સપ્ટેમ્બર, 2024 ના રોજ કોઈપણ ચાર્જ વિના સંગ્રહાલયની મુલાકાત લઈ શકે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

India-Bangladesh tensions: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રાજદ્વારી ગરમાવો: ઢાકામાં ભારતીય હાઈકમિશનરને મળી ધમકી, ભારતે બાંગ્લાદેશના દૂતના પાઠવ્યું તેડું
PM Narendra Modi Ethiopia visit: ભારત-ઇથોપિયા મૈત્રીનો નવો યુગ! PM મોદીની મુલાકાતમાં 8 મોટા કરાર, હવે બંને દેશો બન્યા ‘વ્યૂહાત્મક ભાગીદાર
IndiGo Airlines: ઇન્ડિગો ફ્લાઇટમાં મુસાફરી કરવાના છો? એરપોર્ટ જતાં પહેલાં આ એડવાઇઝરી ખાસ વાંચી લો, ઉડાનમાં વિલંબની શક્યતા.
PM Narendra Modi: વિશ્વભરમાં મોદી મેજિક! હવે ઇથોપિયાએ આપ્યું સર્વોચ્ચ નાગરિક સન્માન, જાણો અત્યાર સુધી કેટલા દેશોએ PM ને સન્માનિત કર્યા
Exit mobile version