ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
21 મે 2020
અયોધ્યામાં એક સમયે સબુતોના અભાવમાં દાયકાઓ સુધી કોર્ટ કેસ ચાલ્યો અને હવે જમીન ખોદકામ દરમ્યાન સાબિતી રૂપ દરરોજ રામ મંદિરના પ્રાચીન અવશેષો મળી રહયા છે.
હિન્દુસ્તાનમાં જ હિન્દુઓના આરાધ્યદેવ મર્યાદા પુરુષોત્તમ રામના જન્મ સ્થળ પર દાયકાઓ સુધી વિવાદ ચાલ્યો. પરંતુ હવે જમીનની નીચેથી પણ મંદિરોના અવશેષો મળી રહ્યા છે. હાલ મંદિર નિર્માણ માટે જમીન સમતળ કરવાનું કામ ચાલી રહ્યું છે. જમીનના લેવલીંગ માટે મશીનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જે દરમિયાન ખોદકામમાં મંદિરની પ્રાચીન અવશેષો જેવા દેવ-દેવીઓની ખંડિત મૂર્તિઓ, ફૂલો, કળશ કમાન, લાંબા થામભલાઓ જેવા પ્રાચીન અવશેષો મળી આવ્યા છે. તેમજ મંદિરોના અને થાંભલાઓ શિવલિંગ પણ મળી આવ્યા છે આથી સાબિત થાય છે કે એક સમયે આ જગ્યાએ પ્રાચીન રામ મંદિર હતું જેના પર કબ્જો કર્યા બાદ ઢાંચો તોડીને મસ્જિદ બનાવવામાં આવી હતી..