Site icon

Andhra Pradesh Assembly Election 2024: દક્ષિણ ભારતમાં ભાજપને વધુ એક ફટકો, અભિનેતા પવન કલ્યાણની આ પાર્ટીએ NDA સાથે ફાડ્યો છેડો.. જાણો શું છે કારણ.. વાંચો વિગતે અહીં..

Andhra Pradesh Assembly Election 2024: 2024માં લોકસભા ચૂંટણી છે અને તમામ પાર્ટીઓએ પોતાની કમર કસી લીધી છે. ત્યારે આ વચ્ચે હવે બીજેપીને દક્ષિણથી મોટો ઝાટકો લાગ્યો છે…

Andhra Pradesh Assembly Election 2024 In another blow to the BJP in South India, actor Pawan Kalyan's party has parted ways with the NDA

Andhra Pradesh Assembly Election 2024 In another blow to the BJP in South India, actor Pawan Kalyan's party has parted ways with the NDA

News Continuous Bureau | Mumbai 

 Andhra Pradesh Assembly Election 2024: 2024માં લોકસભા ચૂંટણી (Lok Sabha Election 2024) છે અને તમામ પાર્ટીઓએ પોતાની કમર કસી લીધી છે. ત્યારે આ વચ્ચે હવે બીજેપી (BJP) ને દક્ષિણથી મોટો ઝાટકો લાગ્યો છે. એક્ટર અને નેતા પવન કલ્યાણે (Pawan Kalyan) આજે ભાજપના નેતૃત્વ વાળી NDAનો સાથ છોડવાનું અને TDPનું સમર્થન કરવાનું એલાન કર્યું છે. તેમણે કહ્યું કે, આંધ્ર પ્રદેશને વિકાસ માટે જનસેના અને TDPની જરૂર છે.

Join Our WhatsApp Community

જેએસપી ચીફ પવન કલ્યાણે કહ્યું કે, TDP એક મજબૂત પાર્ટી છે અને આંધ્ર પ્રદેશને સુશાસન અને વિકાસ માટે તેલુગુ દેશમ પાર્ટીની જરૂર છે. આજે TDP સંઘર્ષ કરી રહી છે અને અમે તેના સાથે છીએ. આ સ્થિતિમાં TDPને જનસૈનિકોના યુવાનોની જરૂર છે. તેમણે આગળ કહ્યું કે, જો TDP અને જનસેના હાથ મિલાવી લેશે તો રાજ્યમાં વાઈએસઆરસીપી (YSRCP) ની સરકાર ડૂબી જશે.

 NDA છોડવાનો નિર્ણય લઈ લીધો છે…

ચંદ્રબાબુ નાયડૂની ( chandrababu naidu ) ધરપકડ બાદથી પવન કલ્યાણ આંધ્ર પ્રદેશની વાઈએસઆર જગનમોહન રેડ્ડીની સરકારથી નારાજ છે. જનસેના પાર્ટીના નેતા પવન કલ્યાણ 14 સપ્ટેમ્બરના રોજ ચંદ્રબાબૂ નાયડૂ સાથે મુલાકાત કરવા માટે રાજામુંદ્રી સેન્ટ્રલ જેલ પહોંચ્યા હતા. ત્યારબાદ તેમણે 18 સપ્ટેમ્બરના રોજ દિલ્હીમાં આયોજિત NDAની બેઠકમાં પણ ભાગ લીધો હતો. આ બેઠકમાં પવન કલ્યાણે કહ્યું હતું કે, તે ભાજપનું સમર્થન કરશે. ત્યારબાદ તેમણે જણાવ્યું હતું કે, બેઠક ખૂબ જ સારી રહી અને આ દરમિયાન આત્મનિર્ભર ભારત પર ચર્ચા કરવામાં આવી હતી. પોતાની પાર્ટી તરફથી મેં પીએમને વચન આપ્યું છે કે, અમે તેમની સાથે ઊભા છીએ.

આ સમાચાર પણ વાંચો : ED Raid Details: આજકાલ ચર્ચામાં રહેલ ED, CBI કરતા કેવી રીતે અલગ કામ કરે છે, આ શક્તિશાળી તપાસ એજન્સીના અધિકારો શું છે? જાણો સંપુર્ણ વિગતો વિગતવાર.. વાંચો અહીં..

પવન કલ્યાણે આંધ્ર પ્રદેશમાં તેમની પાર્ટી એનડીએ અને ટીડીપીને વાયએસઆરસીપી સરકાર સામે લડવા માટે એકસાથે ઊભા રહેવાનો પ્રસ્તાવ પણ આપ્યો હતો. પરંતુ હવે તેમણે NDA છોડવાનો નિર્ણય લઈ લીધો છે. 2019માં યોજાયેલી ચૂંટણીમાં પવન કલ્યાણની જનસેના પાર્ટી 5.6% વોટ શેર સાથે માત્ર એક બેઠક જીતી હતી જ્યારે TDP 39.7 ટકા વોટ શેર સાથે 23 બેઠકો જીતવામાં સફળ રહી હતી. જ્યારે YSRCP એ 50.6 વોટ શેર સાથે 151 બેઠકો પર જીત પ્રાપ્ત કરી હતી.

E30 Petrol India:પેટ્રોલના ભાવમાં મળશે મોટી રાહત? હવે ‘E30’ ઈંધણની તૈયારી; વિદેશી તેલ પર નિર્ભરતા ઘટશે અને ખેડૂતોની આવક વધશે.
Indian cotton market:સરકારની ખરીદી અને ખોળની તેજીથી રૂના બજારમાં તેજીનો માહોલ
Relief Amid Oil Crisis: મોદી મેજિક? તેલના કકળાટ વચ્ચે ખાડી દેશો ભારતની વહારે! UAE-સાઉદીથી તેલના જહાજો રવાના; જાણો શું છે સરકારનો માસ્ટરપ્લાન.
LPG Booking Update: BPCL નો નવો આદેશ! ૧૨ સિલિન્ડરનો ક્વોટા પૂરો થયા બાદ ગેસ મેળવવા આપવી પડશે આ વધારાની વિગત; જાણો હવે કેવી રીતે થશે બુકિંગ.
Exit mobile version