Site icon

સચિન વાઝેનો સૌથી મોટો ધડાકો : પોલીસ વિભાગમાં નોકરીએ પાછો લેવા ગૃહમંત્રીએ બે કરોડની લાંચ માગી હતી; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 18 સપ્ટેમ્બર, 2021
શનિવાર
રાજકીય દબાવ તથા પોતાની નોકરી ટકાવી રાખવા માટે પોતે બાર અને રેસ્ટોરાંના માલિકો પાસેથી પૈસા ઉધરાવ્યા હોવાની કબૂલાત નિલંબિત પોલીસ અધિકારી સચિન વાઝેએ કરી છે. પોતાને નોકરીમાં પાછો લેવા માટે રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના અધ્યક્ષ શરદ પવારને રાજી કરવા માટે  ભૂતપૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખે તેની પાસેથી બે કરોડ રૂપિયાની માગણી કરી હોવાની ચોંકાવનારી માહિતી પણ સચિન વાઝેએ એન્ફોર્સમેન્ટ  ડાયરેક્ટોરટ (ઈડી)ને આપી છે.

મુંબઇ પર આતંકવાદીઓનું જોખમ : જોગેશ્વરી માંથી એક વ્યક્તિની ધરપકડ થઇ.

Join Our WhatsApp Community

ઘાટકોપર બ્લાસ્ટના આરોપી ખ્વાજા યુનૂસનું પોલીસ કસ્ટડીમાં થયેલા મોતના પ્રકરણમાં સચિન વાઝેને 2004માં પોલીસમાંથી બરતરફ કરવામાં આવ્યો હતો. 2020માં તેને ફરી સેવામાં લેવામાં આવ્યો હતો. તેને ફરી નોકરી પર રાખવા સામે શરદ પવારનો વિરોધ હતો. એથી તેમને રાજી કરવા માટે અનિલ દેશમુખે પોતાની પાસે બે કરોડ રૂપિયા માગણી કરી હતી, પરંતુ આટલી મોટી રકમ આપવા પોતે અસમર્થતા દર્શાવી હતી. એથી અનિલ દેશમુખે તેને મુદત આપી હોવાનું પણ સચિને ઈડીને કહ્યું છે. અનિલ દેશમુખ માટે કર્મશિયલ એસ્ટાબ્લિશમેન્ટ પાસેથી પોતે પૈસા ઉઘરાવ્યા હતા, પરંતુ તેનો પોતે કોઈ લાભ લીધો ન હોવાનો દાવો પણ સચિન વાઝેએ કર્યો છે.
 

Middle East Tension: યુદ્ધના મેદાનમાં ફસાયેલા ભારતીયોની સુરક્ષા માટે માસ્ટર પ્લાન! વિદેશ મંત્રાલયે શરૂ કર્યો ૨૪x૭ કંટ્રોલ રૂમ; હેલ્પલાઈન નંબર સેવ કરી લેજો..
Middle East Conflict: દુશ્મનોના હુમલા થશે નિષ્ફળ! મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે ભારત રશિયા પાસેથી ખરીદશે વધુ S-400 મિસાઈલ સિસ્ટમ; જાણો કેમ આ ડીલ છે ખાસ.
India Faces Major LPG Crisis: ભારતના રસોડા પર યુદ્ધની અસર: ઈરાન-અમેરિકા તણાવથી LPG પુરવઠા પર મોટું સંકટ; જાણો દેશમાં હવે કેટલા દિવસનો સ્ટોક બાકી?
SpiceJet Special Flights: વતન વાપસીની આતુરતા! યુએઈથી સ્પેશિયલ ફ્લાઈટ્સ શરૂ, પરંતુ કુવેતમાં ફસાયેલા ભારતીયોની વધી મુશ્કેલી; જાણો ગ્રાઉન્ડ રિપોર્ટ.
Exit mobile version